રાજકોટ : ધોરાજીના પરબડી ગામનો યુવાન યુક્રેનથી હેમખેમ પરત ફર્યો, ગ્રામજનો અને પરિજનોમાં ખુશાલીનો માહોલ

મોટી પરબડી ગામનો અજય જેન્તીભાઈ બાબરીયા યુક્રેનના ટરનોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. યુદ્ધ જાહેર થતાં જ અહીં સાયરન શરૂ થયા હતા અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

રાજકોટ : ધોરાજીના પરબડી ગામનો યુવાન યુક્રેનથી હેમખેમ પરત ફર્યો, ગ્રામજનો અને પરિજનોમાં ખુશાલીનો માહોલ
Rajkot: A young man from Dhoraji's Parbadi village has just returned from Ukraine (સાંકેતિક તસ્વીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 6:22 PM

રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji)તાલુકાના મોટી પરબડી ગામનો (Parbadi village)યુવાન યુક્રેનમાં (Ukraine)ફસાયો હતો. ધોરાજીના મોટી પરબડી ગામનો વિદ્યાર્થી અજય બાબરીયા યુક્રેનમાં ફસાયો હતો. જે આજે મિશન ગંગા હેઠળ એમના વતન મોટી પરબડી ખાતે પરત ફરતા પરિવારજનો અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. અજયનું પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

મોટી પરબડી ગામનો અજય જેન્તીભાઈ બાબરીયા યુક્રેનના ટરનોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. યુદ્ધ જાહેર થતાં જ અહીં સાયરન શરૂ થયા હતા અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અજય બાબરીયાએ ટીવી9 સમક્ષ વાતચીતમાં જણાવ્યુ હતું કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની શરૂઆત થતાં બધા લોકો જીવ બચાવીને ભાગવા લાગ્યા હતા. ચારે બાજુથી બોમ ધડાકાના આવાજ સંભળાઈ રહ્યા હતા. લોકોને જીવ બચાવવું ખુબજ જરૂરી હતું અને ત્યાં લોકો એકદમ ગભરાઈ રહ્યા હતા. અજય બાબરીયાએ પણ ત્યાંથી નીકળવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો હતો.

અજયનું કહેવું છે કે રોમાનિયાની બોર્ડર સુધી પહોંચવા માટે 7 કલાકની બસની મુસાફરી અને ત્યાર બાદ 4થી 5 દિવસ પગપાળા મુસાફરી કરી હતી અને રોમાનિયા બોર્ડર પર પહોંચ્યો હતો. રોમાનિયામાં અંદર પ્રવેશવા માટે સ્થાનિક લોકો સાથે ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી. ટરનોપિલ સીટીમાંથી બહાર નીકળવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો હતો. ઓપરેશન ગંગા હેઠળ તેને વતન પરત લાવવામાં ભારત સરકારે મોટી મદદ કરી છે. અજયને સરકાર દ્વારા પ્રથમ દિલ્લી અને ત્યાંથી તેમના ઘરે પહોંચવા માટે તમામ વ્યવસ્થા કરી આપી હતી.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

અજયને તેના ગામ મોટી પરબડીમાં લોકોએ હાર, કંકુ, તિલક અને આરતી કરીને સ્વાગત કર્યું હતું. ગામનો દીકરો વતન હેમખેમ પરત આવતા ગામ લોકો અને તેના પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી. અજયના પરિવારજનોએ કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કર્યો હતો અને અજયનું માતા પિતા સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચોઃ Surendranagar: વઢવાણના ખેડૂતે સુરજમુખીનું સફળ વાવેતર કર્યું, અન્ય પાક માટે પણ ફાયદાકારક, જાણો શું છે ફાયદા?

આ પણ વાંચો : Russia Ukraine War: દિગ્વિજય સિંહે પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું- યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બનાવો યોજના

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">