નવરાત્રિ પર્વમાં વરસાદી માહોલ, રાજયમાં અનેક ઠેકાણે ખાબકયો વરસાદ

દેવભૂમી દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં રાવલ, કલ્યાણપુર, ભાટીયા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

નવરાત્રિ પર્વમાં વરસાદી માહોલ, રાજયમાં અનેક ઠેકાણે ખાબકયો વરસાદ
Rainy weather in Navratri festival, heavy rains in many places in the state
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 7:13 PM

આસો મહિનામાં પણ રાજયમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. નવરાત્રિના ત્રીજા દિવસે રાજયમાં અનેક ઠેકાણે વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ગોંડલના ગ્રામ્ય અને ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં ગોંડલમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળ્યા છે. તો ગોંડલ પંથકના દેવચડી, બાદરા, કંટાલિયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે.

ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર – 1 ડેમ બીજી વખત ઓવરફલો થયો છે. ભાદર – 1 ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે ભાદર-1 ડેમમાં પાણીની આવક થઇ છે. ડેમમાં 4638 ક્યુસેક પાણીની આવક સામે 4638 ક્યુસેક પાણીની જાવક નોંધાઇ રહી છે. નદીના પટમાં અવરજવર નહિ કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

તો જામનગર પંથકના કાલાવડ શહેર તથા કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. તાલુકાના નિકાવા, બેડીયા,ભંગડા,નવાગામ ,શિસાગ સહિત ના ગામો ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અહીં એક કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. એકાએક વરસાદ પડતાં શેરી ગરબીના આયોજકમાં ચિતાનો વિષય બન્યો છે.હાલ વરસાદ પડતાં ખેતરમાં ઉભેલ પાક મગફળી,કપાસ,ડુંગળી જેવા પાકોને નુક્શાની જવાની ભીતિ છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

દેવભૂમી દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં રાવલ, કલ્યાણપુર, ભાટીયા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા.

આણંદ જિલ્લાના ઉમરેઠમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. અહીં, એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે.

પાટણ શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. શહેરમાં ભારે ઉકળાટ બાદ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે.

વલસાડ જિલ્લાના વલસાડ અને પારડી ખાતે વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, તૈયાર પાકને વધારે વરસાદના કારણે નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. સતત વરસાદના કારણે ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી છે.

અમદાવાદ શહેરમાં કેટલાક ઠેકાણે બપોરે ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી ખેલૈયાઓમાં ચિંતા છવાઇ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">