રાજ્યમાં ફરી વરસાદની આગાહી, 7થી 9 માર્ચ વચ્ચે વરસાદ પડવાની શક્યતા

રાજ્યમાં ફરી વરસાદની આગાહી, 7થી 9 માર્ચ વચ્ચે વરસાદ પડવાની શક્યતા
Symbolic image

હવામાન વિભાગની આગાહી મુજબ, 7થી 9 માર્ચ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. કમોસમી વરસાદની આગાહીને પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Mar 06, 2022 | 3:06 PM

રાજ્યમાં શિયાળો ધીમે ધીમે જઈ રહ્યો અને ઉનાળાની શરૂઆત અનુભવાઈ રહી છે ત્યારે અચાનક વરસાદી માહોલ ઊભો થવા જઈ રહ્યો છે જેના કારણે એક સાથે ત્રણ ઋતુઓ (Season) ભેગી થશે. રાજ્યમાં 7મી માર્ચથી 9મી માર્ચ સુધી વરસાદ પડવાની (Rainfall)  સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

હવામાન (weather) વિભાગની આગાહી (forecast) મુજબ, 7થી 9 માર્ચ દરમિયાન છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરુચ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, અરાવલી, ખેડા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં વરસાદ પડવાથી ફરી ઠંડીનો ચમકારો આવવાની પણ સંભાવને છે.

બેવડી ઋતુનો અનુભવ

ગુજરાતમાંથી શિયાળો ધીરે ધીરે વિદાય લઇ રહ્યો છે. તેમજ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. તેવા સમયે છેલ્લા બે દિવસથી લધુત્તમ તાપમાન ઘટાડો થયો છે. તેમજ વાતાવરણમાં ઠંડક વધી છે. જેમાં સવારે અને રાત્રે ઠંડી અને દિવસ દરમ્યાન ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.

કમોસમી વરસાદની આગાહીને પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ

જ્યારે હાલ ગુજરાતમાં રાત્રે હજી ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે દિવસે ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી 7 માર્ચે હળવા વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

ઉનાળામાં ગરમીમાં થોડી રાહત રહેશે

રાષ્ટ્રીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગરમીની સ્થિતિનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ ઉત્તર ગોળાર્ધની વસંત દરમિયાન લા નીના નબળું પડવાની શક્યતા છે. વેધર એક્સપર્ટના મતે, ઉત્તર ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધીની ઉનાળુ સીઝનમાં રેકોર્ડબ્રેક કરે એવી ગરમીની શક્યતા ના બરાબર બની રહી છે. ઉનાળુ સીઝનમાં ગરમીના 6 રાઉન્ડ આવી શકે છે. આ 6 રાઉન્ડમાં ગરમીનું પ્રમાણ 41થી 43 ડીગ્રીની વચ્ચે રહે એવી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનામાં ત્રીજા, એપ્રિલ મહિનામાં પ્રથમ અને ચોથા તેમજ મે મહિનામાં પ્રથમ, બીજા અને ચોથા સપ્તાહમાં ગરમીનો અનુભવ વધુ રહેશે.

આ પણ વાંચોઃ Gandhinagar: દહેગામમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા કોલોમ્બો સિક્યુરિટી કોન્કલેવ મરીન લો વર્કશોપ યોજાઈ

આ પણ વાંચોઃ PSIની પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ ઝડપાયુ, 2 આરોપીઓ પોલીસ સકંજામાં, આ રીતે પડાવતા હતા પૈસા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati