રાજકોટ, જુનાગઢ, જામનગરમાં વરસાદે વિરામ લીધો, વાહન વ્યવહાર પૂર્વવત થયો, કુલ 7565 લોકોનું સ્થળાંતર કરાયું

જામનગર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. સમગ્ર દિવસ દરમિયાન બંધ રહેલા ધોરી માર્ગ ધમધમ્યા હતા. રાજકોટ, કચ્છ, અને જુનાગઢ ધોરી માર્ગ ધમધમ્યા છે. જનજીવન સાથે વાહન વ્યવહાર પૂર્વવત થયો છે.

રાજકોટ, જુનાગઢ, જામનગરમાં વરસાદે વિરામ લીધો, વાહન વ્યવહાર પૂર્વવત થયો, કુલ 7565 લોકોનું સ્થળાંતર કરાયું
Rain stopped in Rajkot, Junagadh, Jamnagar, vehicle traffic was restored

રાજ્યમાં ગઇકાલે રાજકોટ, જૂનાગઢ, જામનગરને ધમરોળ્યા બાદ મેઘરાજાએ આજે વિરામ લીધો છે. સવારે 6થી 8ના બે કલાકના ગાળામાં માત્ર જૂનાગઢ, રાજકોટ અને ગીરસોમનાથમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સવારે બે કલાકમાં માત્ર જૂનાગઢ જિલ્લામાં બેથી સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માળિયામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલીમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના કેશોદમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેર, માંગરોળમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. ગીરસોમનાથના તાલાલામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.

જામનગર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. સમગ્ર દિવસ દરમિયાન બંધ રહેલા ધોરી માર્ગ ધમધમ્યા હતા. રાજકોટ, કચ્છ, અને જુનાગઢ ધોરી માર્ગ ધમધમ્યા છે. જનજીવન સાથે વાહન વ્યવહાર પૂર્વવત થયો છે.

રાજકોટમાં છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લીધો છે. હાલ વરસાદે વિરામ લેતા પાણી ઓસરી રહ્યાં છે. વરસાદે વિરામ લેતા નદીઓમાં જળસ્તર ઘટ્યું છે. વિવિધ ગામડાઓમાં પણ પાણી ઉતર્યા છે. અને, બંધ રસ્તાઓ ખુલ્યા છે.

જામનગરમાં અતિવૃષ્ટિ બાદ ગતરાતથી વરસાદે વિરામ લીધો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસર્યા છે. ધોરીમાર્ગ પુનઃ કાર્યરત, વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ થયા છે. જામનગરમાં અતિવૃષ્ટિમાં ત્રણ વ્યક્તિઓના સતાવાર મોત જાહેર થયા છે. સમાણા ગામ નજીક કાર તણાઈ જતા દંપતીનું મોત થયું છે. તો જોડિયામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. અનેક પશુપક્ષીઓના મોત, અનેક વીજ પોલ ધરાશાયી, ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરતા 12 કલાક થશે.

રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. ધીમે-ધીમે તમામ વિસ્તારમાં પાણી ઓસરવાની શરૂઆત થઇ છે. ન્યારી-1 ડેમ ઓવરફ્લો થતાં વાગુદડી નદીમાં પૂર આવ્યું હતું. વરસાદી પાણી ઓસરતાં રાજકોટ-કાલાવડ રોડ રાબેતા મુજબ શરૂ થયો છે. વરસાદને પગલે રાજકોટ જિલ્લામાં ૪ લોકો તણાઈ જતા મોત થયા છે.

ધોરાજીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ નદી-નાળામાં નવા નીર આવ્યા છે. ધોરાજીથી પસાર થતી સફુરા નદી બે કાંઠે વહેતી થઈ છે. સફુરા નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઇ છે. નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ધોરાજીથી પંચનાથ મંદિર જવાનો રસ્તો બંધ કરાયો છે. નદીના પ્રવાહમાં લોકોને અવર-જવર ન કરવા તંત્રને સૂચના અપાઇ છે.

ગીરસોમનાથના માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે. સુત્રાપાડા તાલુકાનાના પ્રાચી તીર્થ ખાતે મંદિર આવેલું છે. ત્રીજી વખત નદીમાં ભારે પૂર આવ્યું છે. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા મંદિર પાણીમાં ડૂબ્યું છે. માધવરાયની પ્રતિમા ઉપરથી પાણી વહી રહ્યું છે.

ગીરસોમનાથના વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો છે. ભેટાળી ગામે આવેલા વોકળામાં પૂર આવ્યું છે. ખંઢેરી, તાલાલા, વેરાવળ તરફ જવાનો રસ્તો બંધ થયો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન-વ્યવહાર બંધ થયા છે.ગીરસોમનાથમાં માળીયા નજીક ઉપરવાસમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી. પોરબંદરમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથક જળમગ્ન બન્યું છે. પોરબંદર ઘેડ પંથકના ગરેજ, બળેજ,કડછ, અમીપુર સહિતના 22 ગામોમાં પૂરના પાણી ઘુસી ગયા હતા.અરબી સમુદ્રમાં ભરતી હોવાથી ઘેડ પંથક તરબોળ બન્યું..પ્રચંડ પાણીના પ્રવાહમાં ગામ અને ખેતીવાડીનું ધોવાણ થયું.ખેડૂતોના વાવેતરમાં જુવાર અને મગફળીના પાકનું સંપૂર્ણ ધોવાણ થયું.હાલ વરસાદના કારણે ઘેડ પંથક મુશ્કેલીમાં મુકાયું છે.

આ તરફ ભારે વરસાદના પગલે પોરબંદર જિલ્લાનુ ઘેડ પંથક બેટમાં ફેરવાયું, ઓઝત અને ભાદર 2 ડેમોમાં પાણીની આવકથી તેના પાણી ઘેડમાં ફરી વળ્યાં હતા. ઘેડ પંથકના મિત્રાડા,દેરોદર , ભોગસર, ગરેજ, સહિત 25 જેટલા ગામોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા. પાણીની આવક વધતા જ રસ્તા અને ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યા.

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળીએ સાત પશુઓનો ભોગ છે. વેળાવદર ગામે વીજળી પડતાં 7 પશુઓનાં એકસાથે મોત થયા છે. જેમાં 5 ગાય, 3 ભેંસ અને 2 વાછરડાંનાં મોતથી પશુપાલકોની સ્થિતિ કફોડી બની છે.

અમરેલીમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય.ફિશરીજ વિભાગ દ્વારા દરિયામા ગયેલી જાફરાબાદની 600 ઉપરાંતની બોટો પરત બોલાવી લેવામાં આવી. હવામાન ખરાબ હોવાથી 100 જેટલી બોટ જાફરાબાદ બંદરે પરત ફરી તેમજ હજુ 500 જેટલી બોટો મધ દરિયામાં છે. તો હાલ ખરાબ હવામાનના કારણે ફિશરીશ વિભાગ દ્વારા માછીમારોને ટોકન આપવાનું પણ બંધ કરવામાં આવ્યું.

રાજ્યમાં બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. જેને લઈને રાજ્યના ડેમો ઓવરફ્લો થયા છે. આ તરફ ઉકાઈડેમની સપાટી રુલ લેવલને પાર થઈ છે. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર ચાર ફૂટ દૂર છે. હાલ ડેમની સપાટી 341.12 ફૂટ જ્યારે ડેમનું રુલ લેવલ 340 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ તો ડેમનું રુલ લેવલ મેન્ટેઈન કરવા ડેમમાંથી પાણીની જાવક વધારવામાં આવી છે. ડેમના 22 ગેટ પૈકી 10 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહયું છે. ડેમના 9 ગેટ 4 ફૂટ જ્યારે 1 ગેટ 3 ફૂટ ખોલવામાં આવ્યા છે.

ગીરસોમનાથનો તળીયા ઝાટક હીરણ-2 ડેમ 80 ટકા ભરાયો છે. ગીર જંગલમાં મૂશળધાર વરસાદના કારણે જળાશયો છલકાયા છે. જીલ્લાની જીવાદોરી સમા ડેમમાં નવા નીરની આવક થઇ છે. હાલ ડેમ દરીયા સમો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

જૂનાગઢથી શાપુર જવાનો રોડ બંધ કરાયો છે. શાપુર ગામ પાસેના પુલ અને રોડ પર પાણી ફરી વળ્યાં છે. રોડ ઉપર 1 ફૂટ સુધી પાણી ભરાઈ જતા શાપુરનો સંપર્ક તૂટ્યો છે. જૂનાગઢ શહેરના કાળવાનું પાણી શાપુરમાં પહોંચ્યું છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati