Rain in Saurashtra : રાજકોટ અને જામનગરમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના આ મોટા ડેમ છલકાયા

Rain in Rajkot and Jamnagar : રાજકોટ અને જામનગરમાં ભારે વરસાદને કારણે ભાદર-2, ન્યારી-1 , ન્યારી-2, ઉંડ-1 ડેમ અને આજી-2 ડેમ ઓવરફલો થયા છે.

Rain in Saurashtra : રાજકોટ અને જામનગરમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના આ મોટા ડેમ છલકાયા
Rain in Saurashtra : big dams in Saurashtra were flooded due to heavy rains in Rajkot and Jamnagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 8:45 PM

ભારે વરસાદને પગલે જામનગર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે…જિલ્લામાં સૌથી વધુ કાલાવડમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ જોવા મળી અને પાછલા 12 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો, તો ભારે વરસાદને પગલે જામનગરના જિલ્લાના કુલ 26 ડેમમાંથી 17 ડેમ ઓવરફ્લો થયા છે. તો રાજકોટમાં પણ ભારે વરસાદને પગલે ડેમો છલકાયા છે. રાજકોટ અને જામનગરમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના આ પાંચ ડેમ છલકાયા છે. અવિરત વરસાદને કારણે રાજકોટનો આજી-2 ડેમ  ઓવરફલો થયો છે.

ઓવરફ્લો થયેલા અન્ય ડેમની વાત કરીએ તો, આજી-3 ડેમ, કંકાવટી ડેમ, વેરી ડેમ, છાપરવડી 1-2 ડેમ, મોતીસર, મોજ ડેમ, ખોડાપીપર ડેમ, જૂનાગઢનો ધ્રાફડ ડેમ, વેકરી ડેમ, જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો, લોધિકાનો ખોડિયાર ડેમ ઓવરફલો થયો છે..ધારીના ખોડિયાર ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે.

ભાદર-2 ડેમ ઓવરફલો રાજકોટમાં ભારે વરસાદને પગલે ધોરાજી તાલુકાના ભુખી ગામ નજીક આવેલા ભાદર-2 ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થતા ભાદર-2 ડેમ ઓવરફળો થયો છે. ભાદર-2 ડેમ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ ગણવામાં આવે છે. ભાદર-2 ડેમ ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાના 68 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ભાદર-2 ડેમના 8 દરવાજા સાડા નવ ફૂટ ખોલવામાં આવ્યાં છે. ભાદર-2 ડેમમાં હાલ 92,000 કયુસેક પાણીની આવક અને જાવક થઇ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ન્યારી-1 ડેમ ઓવરફલો ભારે વરસાદબે કારણે ન્યારી-1 ડેમ ઓવરફલો થયો છે. ન્યારી-1 ડેમના દરવાજા ખોલતા વાગુદડી નદીમાં ધોડાપુર આવ્યું, જેને કારણે બાલાજી વેફરની કંપની પાસે રાજકોટ કાલાવડ હાઇવે ઉપર વાહન વ્યવહાર અટવાયો.ન્યારી-1 ડેમ રાજકોટને પાણી પુરૂં પાડે છે.

ન્યારી-2 ડેમ ઓવરફલો ભારે વરસાદને કારણે ન્યારી-2 ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવતા સરપદડ પાસે ન્યારી ડેમમાં પાણીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ન્યારી-2 ડેમના દરવાજા ખોલવામાં આવતાનીચાણવાળા અનેક વિસ્તારો અને ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તરઘડી ગામના 100થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ઉંડ-1 ડેમ ઓવરફલો ભારે વરસાદને પગલે જામનગર શહેરને પાણી પૂરો પાડતો ઉંડ-1 ડેમ ઓવરફ્લો થયો છે. ઉંડ-1 ડેમના 15 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેને કારણે ધ્રોલ અને જોડિયા તાલુકાના ગામડાઓને સચેત કરવમ આવ્યાં છે.

ગોંડલનો વેરી ડેમ ઓવરફ્લો અવિરત વરસાદને કારણે ગોંડલનો વેરી ડેમ ઓવરફ્લો થયો છે. વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો થયો છે. વેરી ડેમ ઓવરફલો થતા ગોંડલ, કંટોલીયા અને વોરા કોટડા ગામો એલર્ટ કરવમ આવ્યાં છે. હાલમાં વેરી ડેમ જળાશયની ભરપૂર સપાટી 142.02 મીટર છે વેરી ડેમમાં 2093 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

આ પણ વાંચો : CM Bhupendra Patel Profile: નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે છે અધધ…સંપતિ! જાણો વીમા અને પોસ્ટમાં કેટલુ કર્યુ છે રોકાણ

આ પણ વાંચો : ભારતીય મહિલાઓ વિક્રમ સર્જશે : દેશના આ ઓટો પ્લાન્ટમાં ઉત્પાદનથી લઇ સંચાલન સુધીના કામ મહિલાઓ કરશે , 10હજાર મહિલાઓ ચલાવશે પ્લાન્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">