નવસારીની બિલિમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન બંધ કરવા મામલે વિરોધ, ધારાસભ્ય અનંત પટેલના ઉનાઇ રેલવે સ્ટેશન પર ધરણાં

  • Publish Date - 7:16 pm, Tue, 15 December 20
નવસારીની બિલિમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન બંધ કરવા મામલે વિરોધ, ધારાસભ્ય અનંત પટેલના ઉનાઇ રેલવે સ્ટેશન પર ધરણાં

નવસારીની જિલ્લાની બિલિમોરા વઘઈની નેરોગેજ ટ્રેન બંધ કરવા સામે સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ ફેલાયો. વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સ્થાનિકો સાથે ઉનાઈ રેલવે સ્ટેશને ધરણાં પર બેઠા. કૉંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ આગામી સમયમાં અન્ય રેલવે સ્ટેશનો પર કરવાની ચીમકી ઉચ્ચારી. સયાજીરાવ ગાયકવાડના શાસનમાં શરૂ થયેલી નેરોગેજ ટ્રેનથી સ્થાનિકો, વેપારીઓ અને શ્રમિકોને અવર-જવરમાં આસાની રહે છે. તો ખેડૂતો, નાના વેપારીઓને પણ ફાયદો મળે છે. આ નેરોગેજ ટ્રેન સેવા બંધ થશે તો આદિવાસી, શ્રમિકોની રોજગારી છિનવાઈ જવાની શક્યતા છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati