કોરોના રસીકરણ નિષ્ફળ જવાની સંભાવના, કોરોનાના નવા સ્ટ્રેનમાં બદલાયા છે લક્ષણો

દેશભરમાં હાલ CORONA વાયરસમાં આવેલા DOUBLE Mutationsને કારણે સંક્રમણ વધ્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. HEALTH DEPARTMENTનાં સૂત્રોના જણાવ્યા અનુસાર,

કોરોના રસીકરણ નિષ્ફળ જવાની સંભાવના, કોરોનાના નવા સ્ટ્રેનમાં બદલાયા છે લક્ષણો
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: May 22, 2021 | 11:21 AM

દેશભરમાં હાલ CORONA વાયરસમાં આવેલા DOUBLE Mutationsને કારણે સંક્રમણ વધ્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. HEALTH DEPARTMENTનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડબલ મ્યૂટેશનવાળા વાયરસના વેરિયન્ટનું એક સ્વરૂપ યુકેમાં ફેલાયેલા વાયરસના સ્ટ્રેનને મળતું આવે છે, જ્યારે બીજું સ્વરૂપ અમેરિકાના કેલિફોર્નિયામાં ફેલાયેલા વાયરસ પ્રકારનું હોઇ શકે. CORONA વાયરસના સ્પાઇક પ્રોટીન એટલે કે માનવકોષ સાથે જોડાવા માટે બનેલા એના પ્રોટીન બંધારણમાં આવેલા આ બદલાવને કારણે એ ખૂબ ઝડપથી ફેલાય છે.

CORONA વાયરસનાં લક્ષણો બદલાયાં સૂત્રોના જણાવ્યા અનુસાર, CENTRAL GOVERNMENTએ પણ હજુ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી અને એ વાત પણ સ્વીકારી નથી કે આ બન્ને કારણે ભારતમાં CORONAના કેસમાં આકાશી ઉછાળો આવ્યો છે, પરંતુ એનો અભ્યાસ ચાલી રહ્યો છે. હાલ સ્થિતિ એ છે કે Spike protein બદલાયું હોવાથી માનવશરીરની રોગપ્રતિકારક શક્તિને કારણે બની રહેલા એન્ટિબોડીને થાપ આપવામાં આ પ્રોટીન સફળ રહે છે અને ખૂબ તેજ ગતિથી શરીરમાં ફેલાઈ જાય છે. આ કારણોસર ઘણીવાર દર્દીઓને તાવ પણ શરુઆતના તબક્કામાં આવતો નથી અને એનાં લક્ષણો બદલાય છે.

કોરોના રસીના પ્રોટીનના બંધારણમાં ફેરફાર લાવવો જરૂરી હવે આ સ્થિતિમાં Spike protein બદલાયું હોવાથી કોરોના સામેની રસીના પ્રોટીનના બંધારણમાં પણ બદલાવ લાવવા પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એ ચોક્કસપણે કહી શકાય નહીં કે હાલ જે રસી અપાઇ રહી છે એ નિષ્ફળ નીવડશે, પરંતુ જો આ બે વેરિયન્ટની ચોક્કસાઇ થઇ જાય તો રસીમાં પણ આવશ્યક ફેરફાર કરવા પડી શકે છે. જોકે એક આશાનું કિરણ એ છે કે યુકે સ્ટ્રેન આવ્યો હોવા છતાં બ્રિટિશ સરકારે રસીકરણ તેજ બનાવીને એની સામે લડતમાં સફળતા મેળવી છે. એ જ વ્યૂહ અપનાવીને ભારત પણ આગળ ચાલી શકે છે. Vaccination વાયરસને રોકવા માટેનું મોટું હથિયાર હોવાથી જેટલું બને એટલું મહત્તમ Vaccination થાય એ પણ જરૂરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

CORONAના કેસ કાબૂમાં આવતાં હજુ દોઢ મહિનો લાગી શકે છે હાલમાં રાજ્યમાં જે રીતે CORONAના કેસ વધી રહ્યા છે એ જોતાં એનું સંક્રમણ એની ચરમસીમાએ પહોચ્યું હોવાની શક્યતા છે, જે આગામી દોઢ મહિનામાં કંટ્રોલમાં આવી શકે એવું લોકોનું અનુમાન છે. જોકે આ વાયરસ બધાં અનુમાનો ખોટાં પણ પાડી શકે છે. તેવો પણ નિષ્ણાંત તબીબોનો અભિપ્રાય છે.

Remedivir injection માત્ર ગંભીર દર્દી માટે જરૂરી છે Remedivir injection લેવા માટે લોકો લાઇનો લગાડી રહ્યા છે, પરંતુ લોકોએ જાણવાની જરૂર છે કે આ ઇન્જેક્શન કોરોનાના મધ્યમથી ગંભીર દર્દી કે જેઓ ઓક્સિજન પર છે તેમના માટે જરૂરી છે, તેમજ આ ઇન્જેક્શન જીવનરક્ષક નહિ, પણ હોસ્પિટલમાં રહેવાનો સમય ઘટાડે છે, જેથી ડરના માર્યા દોડી જવું નહીં તેવું નિષ્ણાંત તબીબો જણાવે છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">