વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના કાર્યક્રમોમાં ફેરફાર કરીને કેશુબાપાને આપશે શ્રધ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના કાર્યક્રમોમાં ફેરફાર કરીને કેશુબાપાને આપશે શ્રધ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને સોમનાથ ટ્ર્સ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલને ગાંધીનગર આવીને શ્રધ્ધાજલિ આપશે. કેશુભાઈ પટેલનું ગઈકાલે 92 વર્ષની વયે શ્વાસની તકલીફની સારવાર દરમિયાન અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયુ હતું. કેશુભાઈના નિધન અંગે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. વડાપ્રધાન મોદી, આજથી તેમની બે દિવસની નિર્ધારિત ગુજરાત મુલાકાતમાં ફેરફાર કરીને ગુજરાતમા વહેલા આવશે. આજે વડાપ્રધાન મોદી, દિલ્હીથી સીધા અમદાવાદ એરપોર્ટ આવીને ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસસ્થાને જશે જ્યા કેશુભાઈ પટેલના પરીવારજનોને મળીને સાત્વના પાઠવશે. ત્યાર બાદ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર કેવડીયા ખાતેના વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવા કેવડીયા જશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati