ગુજરાત સહિત દેશના ખેડૂતોને વર્ષ-2022ના પ્રથમ દિને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 10માં હપ્તાની ભેટ

ગુજરાતમાં પ૭.૪૮ લાખ કિસાનોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) ૧૦માં હપ્તાના કુલ રૂ. ૧૧૪૯ કરોડ એક જ દિવસમાં ડી.બી.ટીથી અપાયા, આ પ્રસંગે (CM Bhupendra Patel) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા.

ગુજરાત સહિત દેશના ખેડૂતોને વર્ષ-2022ના પ્રથમ દિને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 10માં હપ્તાની ભેટ
Prime Minister Modi's gift to farmers of Gujarat and the country on the first day of the year
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 7:07 PM

ગુજરાતના 33 જિલ્લાઓના 57.48 લાખ ખેડૂતોને 10માં હપ્તાની કુલ રૂ. 1149 કરોડની રાશિ ડીબીટી મારફતે ચુકવાઇ

ગુજરાતમાં પ૭.૪૮ લાખ કિસાનોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) ૧૦માં હપ્તાના કુલ રૂ. ૧૧૪૯ કરોડ એક જ દિવસમાં ડી.બી.ટીથી અપાયા, આ પ્રસંગે (CM Bhupendra Patel) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦રરના નવા વર્ષનો પ્રથમ દિવસ દેશના અન્નદાતાઓને સમર્પિત કરતાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ૧૦માં હપ્તાની રકમ ધરતીપુત્રોના બેંક ખાતામાં ડીબીટી થી જમા કરાવવાનો કૃષિ સેવા યજ્ઞ કર્યો છે.

પ્રધાનમંત્રીએ (PM Modi) નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશની કિસાન શક્તિ સાથે સંવાદ કરતાં કિસાન સન્માન નિધિના ૧૦માં હપ્તાની રકમ ચુકવણીની આ ભેટ તેમને આપી હતી. તદ્દઅનુસાર, ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત એક જ દિવસમાં રાજ્યના ૩૩ જિલ્લાઓના પ૭.૪૮ લાખ ખેડૂતોને ૧૦માં હપ્તાની કુલ રૂ. ૧૧૪૯ કરોડની રાશિ ડીબીટી મારફતે ચુકવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી આ અવસરમાં વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા. કૃષિ સચિવ મનિષ ભારદ્વાજ તેમજ કૃષિ નિયામક સોલંકી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાને PM કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો જાહેર કર્યો, ખેડૂતોના બેંક ખાતામાં 20,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા

નવા વર્ષના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ દેશના 10.09 કરોડ ખેડૂતોને મોટી ભેટ આપી છે. તેઓએ શનિવારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના(Pradhan Mantri Kisan Samman Nidhi Scheme)નો 10મો હપ્તો જાહેર કર્યો છે. આ અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં 20,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં લાભાર્થીઓને આ રકમ જાહેર કરી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

2000-2000 રૂપિયા એક-બે દિવસમાં તમામ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. 10મો હપ્તો 1 ડિસેમ્બર 2021થી માન્ય રહેશે. જે ખેડૂત ભાઈઓ અને બહેનોએ અત્યાર સુધી આ યોજનામાં અરજી કરી નથી તેઓ પણ તેના માટે અરજી કરી શકે છે અને 31 માર્ચ, 2022 સુધી 10મા હપ્તાનો (PM Kisan 10th Installment) લાભ મેળવી શકે છે.

પીએમ કિસાન યોજના ઔપચારિક રીતે 1 ડિસેમ્બર 2018 ના રોજ શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી કોઈ હપ્તો મોકલવામાં આટલો વિલંબ થયો નથી. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ખેડૂતોને 1.80 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આઝાદી પછી પહેલીવાર કોઈ સરકારે ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા આપવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો : AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગના હેડ ડો.ઈલા ઉપાધ્યાય સામે જુનિયર ડોકટરો વિરોધમાં ઉતર્યા, જાણો શું છે કારણ

આ પણ વાંચો : 31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ, અમદાવાદ અને વલસાડમાં દારૂડિયા ઝડપાયા, અરવલ્લીમાં બે નાયબ મામલતદાર ઝડપાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">