ગુજરાતનું ગૌરવ : Bureaucrats India 2022 ની શ્રેષ્ઠ સનદી અધિકારીઓની યાદીમાં ભરૂચ કલેકટર તુષાર સુમેરા સ્થાન પામ્યા, Top-22 માં એક માત્ર ગુજ્જુ અધિકારી

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Ankit Modi

Updated on: Jan 24, 2023 | 10:22 PM

વર્ષ ૨૦૨૨માં ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક પરિચય કરાવનાર ભરૂચ દેશનો પ્રથમ જિલ્લો બન્યો હતો. ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક થકી સુનિશ્ચિત થયું કે સ્ટાર્ટઅપ પરની કેન્દ્ર સરકારની યોજનાઓ સ્ટાટઅપ વડે જિલ્લાના અંતરયાળ વિસ્તારના ગામડાઓ તેમજ આદિવાસી યુવાનો સુધી પહોંચાડી રોજગારીની નવી તકોથી પુરી પાડી છે.

ગુજરાતનું ગૌરવ : Bureaucrats India 2022 ની શ્રેષ્ઠ સનદી અધિકારીઓની યાદીમાં ભરૂચ કલેકટર તુષાર સુમેરા સ્થાન પામ્યા, Top-22 માં એક માત્ર ગુજ્જુ અધિકારી
Tusshar Sumera's life is an inspiration to many people.

સરકારી યોજનાઓ 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવાની પડકારજનક કામગીરીની સફળતાની સિદ્ધિ હાંસલ કરી ‘માય લિવેબલ ભરૂચના પ્રોજેક્ટ દ્વારા ભરૂચ જિલ્લાની સુરત બદલવાનું બીડું ઉઠાવનાર ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા તેમની  અનોખી કાર્યશૈલી અને કામગીરી થકી મજબૂત સાશક તરીકેની છાપ છોડવા માટે જાણીતા છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ ના શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદી Bureaucrats India profiles 22 prolific officers માં પસંદગી પામ્યા છે. યાદીમાં સ્થાન પામનાર એકમાત્ર ગુજરાતી અધિકારી છે. દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતીય સનદી કર્મચારીઓ માટે કહ્યું હતું કે “તમે ભારતીય સેવાઓમાં પાયા સમાન છો. આ સેવાનું ભાવિ તમારા ચારિત્ર્ય અને ક્ષમતાઓ દ્વારા તમારા દ્વારા નખાયેલા પાયા અને પરંપરાઓ પર નિર્ભર રહેશે. આ અવતરણ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સાચા અર્થમાં સાબિત કર્યું છે. તુષાર સુમેરએ સાચા અર્થમાં સુશાસન થકી જન જન સુધી સરકારી યોજનાઓના લાભો જિલ્લાના નાગરીકોને ઘેર ઘેર પહોચાડ્યા છે.

પ્રાથમિક  શાળામાં શિક્ષકથી સનદી અધિકારી સુધીની સફર

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાથી લઈને તેમના ગુજરાત કેડરમાં IAS બનવા સુધી 2012 બેચના અધિકારી તુષાર સુમેરાનું જીવન ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. તેમના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ ચાર રાષ્ટ્રીય યોજનાઓ હેઠળ જિલ્લાના ૧૦૦ ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. આ યોજના વિધવાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે હતી. તેમણે લાભાર્થીઓને ઓળખવા અને નોંધણી કરવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબરો સાથે “ઉત્કર્ષ પહેલ” નામથી ડ્રાઈવ શરૂ કરી હતી. વધુમાં તેમણે “ઉત્કર્ષ સહાયક” નામના વિદ્યાર્થી સ્વયંસેવકો સાથે તેમણે લાભાર્થીઓને ફોર્મ ભરવામાં મદદ કરીને અનોખી પહેલ કરી ઉમદા કામ કર્યું છે. ઉત્કર્ષ સમારોહ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉમદા કાર્ય માટે તુષાર સુમેરાની સુશાસન થકી ઘરે ધરે જઈ છેવાડાના નાગરિકોને પણ કેન્દ્ર સરકાર અને રાજ્યની વિવિધ યોજનાઓના લાભ પહોચાડવાના અભિયાનની પ્રશંસા કરી હતી.

‘માય લિવેબલ ભરૂચ’ પ્રોજેક્ટ દ્વારા ભરૂચની સુરત બદલી

ભરૂચ જિલ્લા કલેકટરે જૂન 2022માં ‘માય લિવેબલ ભરૂચ’ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. તે સ્થાનિક સમુદાયોની મદદથી ભરૂચ શહેરમાં સ્વચ્છતા અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટેની એક મોટી ઝુંબેશનો પ્રારંભ છે. આજના ખાસ રાષ્ટ્રીય કિશોરી દીન નિમિત્તે સુશાસનની નવી પહેલ સ્વરૂપે “કિશોરી ઉત્કર્ષ પહેલ”ના અનોખા અભિયાનનો પણ શુભારંભ કરાવી સ્ત્રીસશકિતકરણના હેતુને ચરિતાર્થ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. વર્ષ ૨૦૨૨માં ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક પરિચય કરાવનાર ભરૂચ દેશનો પ્રથમ જિલ્લો બન્યો હતો. ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક થકી સુનિશ્ચિત થયું કે સ્ટાર્ટઅપ પરની કેન્દ્ર સરકારની યોજનાઓ સ્ટાટઅપ વડે જિલ્લાના અંતરયાળ વિસ્તારના ગામડાઓ તેમજ આદિવાસી યુવાનો સુધી પહોંચાડી રોજગારીની નવી તકોથી પુરી પાડી છે. આ અભિયાન થકી જિલ્લાના યુવાનોને રોજગારી તથા તેમને મળતી નવી તકોથી વાકેફ કરવામાં આવ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati