21 ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભાની 6 બેઠક પર પેટાચૂંટણી, ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

21 ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભાની 6 બેઠક પર પેટાચૂંટણી, ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

આવતીકાલે એટલે કે 21 ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. આ તમામ બેઠકો પર ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ છ બેઠકોમાં અરવલ્લી જિલ્લાની બાયડ, મહેસાણા જિલ્લાની ખેરાલુ, પાટણ જિલ્લાની રાધનપુર, મહિસાગર જિલ્લાની લુણાવાડા, અમદાવાદની અમરાઈવાડી અને બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થશે.  આ પણ […]

TV9 Webdesk12

|

Oct 20, 2019 | 12:45 PM

આવતીકાલે એટલે કે 21 ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. આ તમામ બેઠકો પર ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ છ બેઠકોમાં અરવલ્લી જિલ્લાની બાયડ, મહેસાણા જિલ્લાની ખેરાલુ, પાટણ જિલ્લાની રાધનપુર, મહિસાગર જિલ્લાની લુણાવાડા, અમદાવાદની અમરાઈવાડી અને બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થશે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં ખનીજ ચોરી મામલે સાંસદ રમેશ ધડૂકનો VIDEO વાઈરલ થયો…હું નવો આવ્યું છું!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ તમામ બેઠકો પરના મતદાન મથકો પર થનારા મતદાન માટે ચૂંટણી અધિકારીઓ, કર્મચારીઓ સહિત ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવી છે. સાથે જ પેટાચૂંટણીને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આવતીકાલે એટલે કે 21 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણીનું મતદાન થશે અને 24 ઓક્ટોબરના રોજ આ પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

21 ઓક્ટોબરે ગુજરાત વિધાનસભાની છ પેટાચૂટણીઓ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર 1781 મતદાન મથકો પર મતદાન યોજાશે. આ છ બેઠકો પર 14 લાખ 74 હજાર મતદારો નોંધાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જેમાં 7 લાખથી વધુ પુરુષ મતદારો અને 7 લાખ 500 મહિલા મતદારો છે. સવારે 8 કલાકથી સાંજે 6 કલાક સુધી મતદાન થશે. મતદાન સમયે હાજર રહેનારા તમામ સ્ટાફની ટ્રેનિંગ પણ થઈ ચૂકી છે. ઈવીએમથી યોજાનારા મતદાનને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ બનાવાઈ છે. 21 સ્કવોર્ડ સહિત વીડિયો કેમેરામેનની ટીમ છ બેઠકો પર મુકાઈ છે. તેમજ 400 મતદાન મથકો પર વેબકાસ્ટીંગ કરાશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati