દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદી કરી શકે તે માટે એકતા મોલનું નિર્માણ, જાણો શું છે પ્રોજેક્ટ પ્રમાણેની ખાસીયત

પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. PM મોદી કેવડિયા ખાતે  સ્ટેચ્યુ ઓફ યુનિટિ સાઇટ આસપાસ નવનિર્મિત 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે જ્યારે 4 નવા પ્રોજેક્ટનું પીએમના હસ્તે શિલાન્યાસ કરાશે જેમાં જંગલ સફારી, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રીશ્યન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, કેકટ્સ ગાર્ડન, એકતા નર્સરી, ખલવાણી ઇકો ટુરિઝમ, આરોગ્ય વન, એકતા ક્રૂઝ સહિત પ્રવાસન […]

દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદી કરી શકે તે માટે એકતા મોલનું નિર્માણ, જાણો શું છે પ્રોજેક્ટ પ્રમાણેની ખાસીયત
Follow Us:
| Updated on: Oct 30, 2020 | 4:37 PM

પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. PM મોદી કેવડિયા ખાતે  સ્ટેચ્યુ ઓફ યુનિટિ સાઇટ આસપાસ નવનિર્મિત 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે જ્યારે 4 નવા પ્રોજેક્ટનું પીએમના હસ્તે શિલાન્યાસ કરાશે જેમાં જંગલ સફારી, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રીશ્યન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, કેકટ્સ ગાર્ડન, એકતા નર્સરી, ખલવાણી ઇકો ટુરિઝમ, આરોગ્ય વન, એકતા ક્રૂઝ સહિત પ્રવાસન આકર્ષણ કેન્દ્રો, હોમ સ્ટે પ્રોજેકટ અને આદર્શ ગામ સહિતની સુવિધાઓનો પ્રારંભ થશે તો કેવડિયા-અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ સુધીની ગુજરાતની પ્રથમ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના રપ ચો. કિ.મી. વિસ્તારમાં ડેકોરેટિવ લાઇટીંગ તથા નર્મદા ડેમ માટે ખાસ ડિઝાઇન થયેલ ડેકોરેટિવ લાઇટસનું ઉદઘાટન પણ પ્રધાનમંત્રીના હસ્તે થશે.આમ કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરને હોલિસ્ટીક ટુરિઝમ પ્લેસ તરીકે ડેવલપ કરવામાં આવ્યું છે.

ખાસીયતોની વાત કરીએ તો

જંગલ સફારી પાર્ક વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન થનાર પ્રોજેકટ્સ તથા ખાતમુહૂર્ત થનાર પ્રોજેકટ્સની મુખ્ય વિશેષતાઓ અને વિગતો પર નજર કરીએ તો જંગલ સફારી પાર્કના નામે સૌથી ઓછા સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાનો વિશ્વ વિક્રમ છે. જુઓલોજીકલ પાર્ક 375 એકરમાં 7 જુદી જુદી સપાટીએ બનાવાયું છે. જંગલ સફારી પાર્કમાં 1100 પક્ષીઓ, 100 પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકાશે. આ પ્રોજેક્ટમાં 29 પ્રાણીઓ માટે નિયત વિસ્તાર એક્વાયર કરાયો છે તો સફારી પાર્કમાં વિશ્વના સૌથી મોટા બે જીઓડેસીક ડોમ એવીયરીઝનો સમાવેશ થાય છે. પેટિંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરીશયન બિલાડી, સસલા, ગુનાયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ થાય છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

એક્તા મોલ તો દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ આનંદ લઇ શકે તે માટે એકતા મોલનું નિર્માણ કરાયું છે. એકતા મોલની વિશેષતા પર નજર કરીએ તો એકતા મોલ બે માળ અને 35 હજાર ચોરસફૂટમાં પથરાયેલો છે જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ એમ્પોરિયમ છે તો વિવિધ રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓની એક જ સ્થળેથી ખરીદી કરી શકાશે એકતા મોલમાં ગરજી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મૃર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઇન્ડીયા, કાશ્મીન એમ્પોરિયમ આવેલું છે.

ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક તો અદ્યતન ટેક્નોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યિટ્રિશન પાર્ક આકર્ષણનું કેન્દ્ર છે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની વિશેષતાની વાત કરીએ તો અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક ૩પ૦૦૦ ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે આ પાર્કમાં બાળકો મીની ટ્રેન દ્વારા 600 મીટરનો પ્રવાસ કરી શકશે જેમાં ફળ-શાક ગૃહમ, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ, સ્વસ્થ ભારતમ્, ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો પણ આવે છે આ સ્થળોમાં 47 ટેક્નોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજન સાથે માહિતી મળે તેવો પ્રયાસ કરાયો છે તો નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર,ભૂલ-ભુલૈયાં પણ છે.

 કેકટ્સ ગાર્ડન તો પ્રકૃતિ પ્રેમીઓ માટે કેકટ્સ ગાર્ડન સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. કેકટ્સ પાર્કમાં ૪પ૦ પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે તો વિશ્વના જુદા જુદા ૧૭ દેશોના કુલ ૬ લાખ જેટલાં કેકટ્સના છોડ ઉછેરવામાં આવ્યા છે. કેકટ્સ ગાર્ડનમાં ૮૩૮ ચો.મી.નો અષ્ટકોણીય ડોમ આવેલો છે જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે અહિ પ્રવાસીઓને જુદી જુદી પ્રજાતિના કેકટ્સ અંગે જાણકારી મળશે. કેકટ્સ ગાર્ડનમાં કેકટ્સમાંથી બનતી દવાઓ અને હર્બલ પ્રોડક્ટની ખાસ દુકાન છે પ્રવાસીઓ તેમાંથી કેકટ્સના છોડવાઓ તથા દવાઓ ખરીદી શકે છે.

આરોગ્ય વન મહામારી વચ્ચે આરોગ્યનો વિષય દરેકને અસર કરે છે ત્યારે આરોગ્ય વન દ્વારા આયુર્વેદને ઓળખવાનું ઉત્તમ સ્થળ એટલે આરોગ્ય વન. આરોગ્ય વનની વિશેષતાઓ પર નજર કરીએ તો આરોગ્ય અને સુખાકારીને ધ્યાને રાખીને વૈદિક વૃક્ષો સાથેનું આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે અને ૩૮૦ પ્રજાતિના જુદા જુદા પ લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન સ્થળનો સમાવેશ થાય છે તો ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ તથા કાફેટેરિયાને પણ સમાવી લેવાયું છે. અહીંના આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના તબીબો અને નિષ્ણાત સ્ટાફની નેચર થેરાપીની પણ વ્યવસ્થા છે.

જેટ્ટીસ અને એકતા ક્રૂઝ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ અર્થાત એકતા ક્રૂઝ પ્રોજેકટ શરૂ કરાયો છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ ૬ કિ.મી. સુધી અને ૪૦ મિનીટ બોટીંગનો આહલાદક આનંદ મેળવી શકે છે. એકતા ક્રૂઝની લંબાઈ ર૬ મીટર અને પહોળાઈ ૯ મીટર છે જેમાં એક સાથે ર૦૦ પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવી છે.

યુનિટી ગ્લો ગાર્ડન યુનિટી ગ્લો ગાર્ડનની જો વાત કરીએ તો પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવો ખાસ થીમ તૈયાર કરાઇ છે જે યુનિટી ગ્લો ગાર્ડનનું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. ૩.૬૧ એકરમાં પથરાયેલા આ વિશાળ ગાર્ડનમાં LED લાઈટથી ઝગમગતાં પ્રાણીઓની પ્રતિકૃતિ, વૃક્ષો અને ફુવારાઓ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી દે તેવો છે. કેવડિયા ખાતે મુલાકાત કરનાર પ્રવાસીઓને રાત્રે આ વિશિષ્ટ પ્રકારના ગાર્ડનમાં ફરી શકશે સાથે જ ઝળહળતી રોશનીની હારમાળાઓ અવિસ્મરણીય અનુભવ કરાવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">