જૂનાગઢમાં Post Agent પિતા-પુત્ર લાખોનું ફુલેકું ફેરવી ફરાર, ખાતાધારકોના રૂપિયા બારોબાર કર્યા ચાઉં
કોઈના પર આંધળો વિશ્વાસ કરીને આર્થિક વ્યવહાર કરતા પહેલા ચેતી જજો. કારણ કે તમારી પરસેવાની કમાણી લૂંટી લેવામાં પણ કેટલાક ઠગબાજો વિચાર નથી કરતા. જૂનાગઢમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં પોસ્ટ એજન્ટ પિતા-પુત્ર લાખો રૂપિયાનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયા છે. જેના કારણે ખાતાધારકોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. […]
કોઈના પર આંધળો વિશ્વાસ કરીને આર્થિક વ્યવહાર કરતા પહેલા ચેતી જજો. કારણ કે તમારી પરસેવાની કમાણી લૂંટી લેવામાં પણ કેટલાક ઠગબાજો વિચાર નથી કરતા. જૂનાગઢમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં પોસ્ટ એજન્ટ પિતા-પુત્ર લાખો રૂપિયાનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયા છે. જેના કારણે ખાતાધારકોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
એક ખાતાધારકે રૂપિયા 35.89 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોસ્ટ ઓફિસના એજન્ટ પિતા-પુત્ર લોકો પાસેથી બચતના નામે રૂપિયા ઉઘરાવતા હતા. લોકોને હતું કે પિતા-પુત્ર તેમના રૂપિયા ખાતામાં જમા કરાવતા હશે. પરંતુ જે પિતા-પુત્ર પર લોકોએ આંધળો વિશ્વાસ કરીને રૂપિયા આપ્યા હતા તેમણે ખાતાધારકોના ખાતામાં રૂપિયા જમા ન કરાવીને પોતાની પાસે જ રાખ્યા. લોકોને વિશ્વાસ બેસે એટલા માટે આ શખ્સોએ નકલી પાસબૂક પધરાવી દીધી હતી. જેથી ખાતાધારકોને બચત કર્યાનો સંતોષ થતો હતો. જોકે કેટલાક દિવસથી ભરત પરમાર નામના એજન્ટનો ફોન બંધ આવતા નાગરિકોને ઠગાઇની ગંધ આવી હતી. જેથી તેઓ રૂપિયા ઉપાડવા ગયા પણ તેમના ખાતામાં રૂપિયા જ નહોતા.