PORBANDAR : છેલ્લા 3 દિવસમાં તાપમાનનો પારો 40ને પાર, લૂ લાગવાના કેસ વધ્યાં

PORBANDAR : રાજયભરમાં છેલ્લા કેટલાક દિવસોથી બે સિઝનનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે Porbandar શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 40 ડીગ્રી પહોંચ્યો છે. સાથે જ porbandar શહેરમાં આકરો તાપ પડી રહ્યો છે.

PORBANDAR : છેલ્લા 3 દિવસમાં તાપમાનનો પારો 40ને પાર, લૂ લાગવાના કેસ વધ્યાં
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Mar 29, 2021 | 12:37 PM

PORBANDAR : રાજયભરમાં છેલ્લા કેટલાક દિવસોથી બે સિઝનનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે Porbandar શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 40 ડીગ્રી પહોંચ્યો છે. સાથે જ porbandar શહેરમાં આકરો તાપ પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં જિલ્લામાં 100થી વધુ લોકોને લૂ લાગતા 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરાયો હતો. 100થી વધુ દર્દીઓને Heat wave લાગતા 108 ટીમે એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

porbandar જિલ્લામાં હિટવેવ ની આગાહી Meteorological Department દ્વારા કરવામાં આવી હતી. બે દિવસ પહેલા porbandarમાં ગરમીનો પારો 40.4 અને ગઈકાલે મહત્તમ તાપમાન 40.1 રહ્યું હતું. સૂર્યના કિરણો સીધા પડી રહ્યા છે. જેના કારણે લોકોને આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. porbandarમાં આજે મહત્તમ તાપમાન 39.8 ડીગ્રી નોંધાયું હતું. આમ ત્રણ દિવસથી porbandar જિલ્લાના લોકો આકરો તાપ સહન કરી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે જનજીવન પર અસર પડી રહી છે. આકરા બફારાને કારણે લોકો ત્રસ્ત બન્યા છે. અને ગરમીથી બચવા ઠંડા પીણા, પંખા અને ACનો સહારો લઈ રહ્યા છે. સવારથી જ આકરો તાપ પડતો હોવાના કારણે મોટાભાગના લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો બીજી તરફ હાઇવે પણ સુમસામ ભાસી રહ્યાં છે.

ભારે ગરમીના કારણે છેલ્લા 2 દિવસમાં 100થી વધુ લોકો Heat waveનો ભોગ બન્યા હતા. Heat waveનો શિકાર બનનાર દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108નો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 108 ટીમે જણાવ્યું હતું કે 2 દિવસમાં Heat wave લાગેલા 100થી વધુ લોકોએ કોલ કરતા 108 ટીમ પહોંચી હતી. અને દર્દીઓને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી દર્દીઓને CIVIL HOSPITALમાં તેમજ નજીકના સરકારી તેમજ PRIVATE હોસ્પિટલે વધુ સારવાર માટે પહોંચાડ્યા હતા. હજુપણ ભારે તાપ પડી રહ્યો છે. જેથી લૂં લાગવાના બનાવો બની રહ્યા છે. આથી લોકોએ સાવચેત રહેવું જરૂરી બન્યું છે. તેમજ ગરમીમાં પુષ્કળ પાણી, છાસ જેવું પ્રવાહી પીવું જોઈએ. તેમજ જરૂરી કામ સિવાય હાઇવે પર લાંબી મુસાફરી મહદઅંશે ટાળવી જોઈએ.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Heat wave લાગેલ દર્દીઓમાં મોટાભાગના દર્દી મજૂરો તેમજ હાઇવે પર બાઇક ચલાવનાર વ્યક્તિઓ હતા. જે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવ્યા હતા. જેથી Heat waveનો શિકાર બન્યા હતા. ખાસ કરીને બાળકો, વૃધ્ધો અને સગર્ભા માતાઓ એ ગરમીમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી બની છે.

Heat waveમાં વ્યક્તિઓને કેવા પ્રકારના લક્ષણો જોવા મળ્યા ?

PORBANDAR જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 100થી વધુ લોકો Heat waveનો ભોગ બન્યા હતા. જેમાં વ્યક્તિઓને વધુ તાવ, સૂકી ત્વચા, ધબકારા વધી જવા, માથું દુઃખવું, ચક્કર આવવા તેમજ કેટલાક વ્યક્તિ બેભાન થયા જેવી સ્થિતિ જેવા લક્ષણો જોવા મળ્યા હતા.

જિલ્લામાં કેટલી 108 એમ્બ્યુલન્સ અને કેટલો સ્ટાફ ?

PORBANDAR જિલ્લામાં 108 ની 7 એમ્બ્યુલન્સ અને 1 બોટ એમ્બ્યુલન્સ છે. તેમજ કુલ 15 ઈએમટી, 14 પાઇલોટ અને 1 જિલ્લા ઇમરજન્સી એક્ઝિક્યુટિવ છે. એમ્બ્યુલન્સમાં જરૂરી દવાનો પૂરતો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સગર્ભા માતા માટે લેવા મુકવા ખિલખિલાટ વાન જિલ્લામાં સાત છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">