નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-5માં પોરબંદર જીલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને, કુલ 9 ઇન્ડિકેટરમાં મળ્યા 550.39 પોઇન્ટ

નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-5માં પોરબંદર જીલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને, કુલ 9 ઇન્ડિકેટરમાં મળ્યા 550.39 પોઇન્ટ
Porbandar
Image Credit source: Image Credit Source: File Photo

કેન્દ્રના હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રાલય હેઠળ આંતરરાષ્ટ્રીય જનસંખ્યા વિજ્ઞાન સંસ્થા દ્રારા વર્ષ 2019-20માં કરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5માં (National Family Health Survey) રાજ્યના તમામ જિલ્લામાં પોરબંદર 550.39 સ્કોર સાથે પ્રથમ ક્રમાંકે આવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

May 13, 2022 | 4:58 PM

કેન્દ્રના હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રાલય હેઠળ આંતરરાષ્ટ્રીય જનસંખ્યા વિજ્ઞાન સંસ્થા દ્રારા વર્ષ 2019-20માં કરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5માં (National Family Health Survey) રાજ્યના તમામ જિલ્લામાં પોરબંદર 550.39 સ્કોર સાથે પ્રથમ ક્રમાંકે આવ્યો છે. હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રાલય હેઠળ આંતરરાષ્ટ્રીય જનસંખ્યા વિજ્ઞાન સંસ્થા દ્રારા વર્ષ 2019-20માં કરવામાં આવેલા આ સર્વેમાં ગુજરાતના તમામ જિલ્લામાં સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેમાં કુલ 9 ઇન્ડિકેટરમાં 550.39 પોઇન્ટ સાથે પોરબંદર જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે.

હોટલ અને રેસ્ટોરન્ટ પર મામલતદારના દરોડા

શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટ પર મામલતદાર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન એક ડઝનથી વધુ ઘર વપરાશના ગેસ સિલિન્ડરો કબ્જે કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, આ કામગીરીમાં મામલતદાર અને પુરવઠાની ટીમ જોડાઈ હતી. પોરબંદર શહેરની વિવિધ રેસ્ટોરન્ટ અને ડાઇનિંગ હોલ ખાતેથી એક ડઝનથી વધુ ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર ઝપ્ત કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, શહેરમાં આવેલી રેસ્ટોરન્ટના માલિકો ઘર વપરાશના રાંધણ ગેસ સિલિન્ડરોનો વ્યાવસાયિક ઉપયોગમાં લેતાવા હોવાની બાતમી મળી હતી. મામલતદારે અને પુરવઠા વિભાગે બાતમીના આધારે વિવિધ ખાણીપીણી, રેસ્ટોરન્ટ પર દરોડા પાડ્યા હતા. જેમાં ઘર વપરાશ માટે વપરાતા ગેસના સિલિન્ડર ઝપ્ત કરી રેસ્ટોરન્ટ માલીકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati