Cyclone Tauktae Updates : પોરબંદરમાં 16 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, NDRF ટિમ તૈનાત

‘તાઉ તે’ વાવાઝોડું દિવથી 220 કિલોમીટર દૂર છે. દિવથી 20 કિલોમીટર પૂર્વ ગુજરાતના દરિયાકાંઠે રાત્રે વાવાઝોડું ટકરાશે.

Charmi Katira
| Edited By: | Updated on: May 17, 2021 | 3:13 PM

Cyclone Tauktae Update : ‘તાઉ તે’ વાવાઝોડું દિવથી 220 કિલોમીટર દૂર છે. દિવથી 20 કિલોમીટર પૂર્વ ગુજરાતના દરિયાકાંઠે રાત્રે વાવાઝોડું ટકરાશે. આ વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદર પર ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડા સમયે 160 થી લઈને 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ અને નવસારીના દરિયાકાંઠે વધુ અસર થશે. આ વાવાઝોડાને પગલે 18 મેએ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, પાટણમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

આ વચ્ચે પોરબંદરમાં 16 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો સ્થળાંતર કરેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદરના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ફૂડ પેકેટ બનાવાનું શરૂ કરવામાં આવ્યું છે.

વાવાઝોડાને પગલે પોરબંદરમાં NDRFT ની ટિમ તૈનાત કરવામાં આવી છે. NDRF ની ટિમ બે મોરચે કામગીરી સંભાળશે. NDRFT ની ટિમ કોરોના સિવાય વાવાઝોડા સામે મોરચો માંડશે. કોરોના સામે લડવા ખાસ પ્રકારનુ ફેશ માસ્ક પહેરી કામ કરશે જવાનો. ફેશ માસ્કથી વાવાઝોડા દરમિયાન કામ કરતી વેળાએ વાઈરસથી બચાવે છે.

નોંધનીય છે કે, ગુજરાતના દરિયાકાંઠે 44 NDRF અને 10 SDRF ની ટીમ કાર્યરત રહેશે તો નેવી, કોસ્ટગાર્ડ, એરફોર્સ, BSF ની ટીમને પણ તૈનાત કરાઈ છે. રાજ્ય સરકારે વાવાઝોડાને પગલે એક પણ વ્યક્તિના જીવ ન જાય તેની તકેદારી રાખી યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી છે.

જણાવી દઈએ કે, પોરબંદર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ થઈ ગયા છે. કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં હાલ એક પણ બોટ નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Follow Us:
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">