Porbandar નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં સિંહ દ્વારા ગાયોના મારણ મુદ્દે ગૌ-પ્રેમી આક્રમક મૂડમાં, વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત

પોરબંદર શહેરમાં નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં વનરાજ સિંહે ઘુસી 6 ગાયોનું મારણ કરતા ગૌ-પ્રેમી આક્રમક મૂડ માં આવી ગયા હતા અને પાલિકા કચેરીમાં ઘેરાવ કરી ઉગ્ર રજુઆત કરી હતી અને ઘરના પર 50 જેટલા લોકો ચીફ ઓફિસરની કચેરીમાં ધરણાં પર બેસી ગયા હતા.

Porbandar નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં સિંહ દ્વારા ગાયોના મારણ મુદ્દે ગૌ-પ્રેમી આક્રમક મૂડમાં, વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત
Porbandar Palika Rajuvat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 9:48 PM

પોરબંદર શહેરમાં નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં  સિંહે ઘુસી 6 ગાયોનું મારણ કરતા ગૌ-પ્રેમી આક્રમક મૂડમાં આવી ગયા હતા અને પાલિકા કચેરીમાં ઘેરાવ કરી ઉગ્ર રજુઆત કરી હતી અને ઘરના પર 50 જેટલા લોકો ચીફ ઓફિસરની કચેરીમાં ધરણાં પર બેસી ગયા હતા.છેલ્લા થોડા દિવસથી પાલિકા સંચાલિત ગૌશાળામાં દીપડો અને સાવજ ઘુસી અવાર નવાર મારણ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે .ગઈકાલે પાલિકા ગૌશાળા માં સિંહે 6 ગાયોનો શિકાર કરી સિંહ નાસી ગયો હતો એ પગલે આજે શહેરના જાગૃત નાગરિકો અને ગૌ પ્રેમીઓ એ આજર પાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી ધરણાં કરી અને ઉગ્ર રજુઆત કરી હતી.

વૈકલ્પિક જગ્યા પર ફેરવી અને ઘટનાને અટકાવવાની પણ માંગ

જેમાં પાલિકા ચીફ ઓફિસરને ફેન્સીગ કરવા અને દીવાલ ઉંચી કરવાની માંગ બાબતે ચર્ચા કરી હતી આજે તમામ લોકોએ પાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાં નીચે બેસી વિરોધ નોંધાવેલ હતો.મહિલાઓ અને પુરુષો રજુઆતમાં જોડાયા હતા ગૌમાતાના મોત બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.આગેવાનોએ તાત્કાલિક ધોરણે ગૌશાલા વૈકલ્પિક જગ્યા પર ફેરવી અને ઘટનાને અટકાવવાની પણ માંગ કરી હતી.જો આજે પરિણામ ના આવે ત્યાં સુધી પાલિકા કચેરી ના છોડવા હઠ પકડી હતી જોકે પાલિકાએ પણ સમય આપવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા સમય માંગ્યો હતો

ગાયોને બચાવવા અને સ્થળાંતર કરવાની પ્રક્રિયા બાબતે ચર્ચા

હાલ પાલિકા ગૌશાળામાં જીવિત અને બચી ગયેલી 80 થી વધુ ગાયોને બચાવવા અને સ્થળાંતર કરવાની પ્રક્રિયા બાબતે ચર્ચા ચાલી રહી છે અને હાલ જે ગૌશાળા આસપાસ ઇલેક્ટ્રિક લાઈટો ફિટ કરવામાં આવી રહી છે અને અન્યથા શહેરની મધ્યમાં આવેલા પાર્ટી પ્લોટ ખાતે તમામ ગાયોને સ્થળાંતર કરવા વહીવટી તંત્ર વિચારણા કરી રહ્યા છે.જો કે હાલ તો તંત્ર અને પાલિકા વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

રતનપર ગામે મધરાતે સિંહની લટાર મારતો જોવા મળ્યો હતો

આ ઉપરાંત પોરબંદરના રતનપર ગામે મધરાતે સિંહની લટાર મારતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો સીસીટીવી માં કેદ થયા છે. જેમાં સિંહે રેઢિયાળ પશુનો શિકાર કરવા પ્રયાસ કર્યો હતો. તેમજ છેલ્લા ત્રણ દિવસથી સિંહે પોરબંદરના ઓડદર અને રતનપર ગામે મુકામ કર્યો છે. જેમાં બે દિવસ પહેલા પાલિકા સંચાલિત ગૌશાળા માં 6 ગાયોનું મારણ કર્યું હતું. તેમજ ગૌશાળામા ગાયોના મારણ બાદ ફરી સિંહે આજે દેખા દેતા સ્થાનિકોમા ડરનો માહોલ છે.

(With Input, Hitesh Thakarar, Porbandar) 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">