પોરબંદર રિવરફ્રન્ટનું લોકાર્પણ થાય તે પહેલા જ બન્યો ગંદકીનું ઘર, જુઓ VIDEO

પોરબંદર રિવરફ્રન્ટનું લોકાર્પણ થાય તે પહેલા જ બન્યો ગંદકીનું ઘર, જુઓ VIDEO

મહાત્મા ગાંધીના જન્મસ્થાન પોરબંદરમાં જ સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. શહેરમાં કરોડોના ખર્ચે કર્લી જળાશયમાં કર્લી રિવરફ્રન્ટનું નિર્માણ કરાવ્યું છે. અને હજુ તેનું લોકાર્પણ પણ થયું નથી તે પહેલા જ આ જગ્યાએ ગંદકીનું ઘર બની ગઈ છે. અહીં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. જો કે કર્લી રિવરફ્રન્ટના લોકાર્પણ […]

TV9 Webdesk11

|

Jul 10, 2019 | 10:13 AM

મહાત્મા ગાંધીના જન્મસ્થાન પોરબંદરમાં જ સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. શહેરમાં કરોડોના ખર્ચે કર્લી જળાશયમાં કર્લી રિવરફ્રન્ટનું નિર્માણ કરાવ્યું છે. અને હજુ તેનું લોકાર્પણ પણ થયું નથી તે પહેલા જ આ જગ્યાએ ગંદકીનું ઘર બની ગઈ છે. અહીં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. જો કે કર્લી રિવરફ્રન્ટના લોકાર્પણ બાદ પ્રવાસીઓ પણ આકર્ષાય તેમ છે.

આ પણ વાંચો: પાટણ: મોંઘા ભાવે બિયારણો ખરીદીને વાવેતર કર્યાં બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

પરંતુ અત્યારથી આ જગ્યા ગંદકીનું ઘર બનતાં પર્યટકો પણ અહીં આવતા પહેલા એકવાર વિચાર કરશે. તો ગંદકીના કારણે લોકોનું આરોગ્ય પણ જોખમમાં મુકાય તેમ છે. ત્યારે સ્થાનિકોની માગ છે કે તાત્કાલિક ગંદકી દૂર કરવામાં આવે. સાથે જ તળાવને વધું ઊંડુ ઉતારવામાં આવે તો પાણીનો પણ સંગ્રહ થઇ શકે. જેથી પાણીની સમસ્યા પણ હલ થાય તેમ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક તરફ કર્લી રિવરફ્રન્ટમાં પુરતા પાણીના બદલે ગંદકીના થર જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે નગરપાલિકાના અધિકારીઓનનું કહેવું છે કે ગુજરાતના બીજા નંબરના કર્લી રિવરફ્રન્ટની મોટોભાગની કામગીરી પૂર્ણ થઈ છે. અને સફાઈની કામગીરી ચાલુ હોવાનો દાવો કરી રહ્યાં છે. તો અત્યારથી જ તળાવની આ સ્થિતિ જોઈને લોકાર્પણ બાદ કેવા હાલ થશે તે ચિંતા સ્થાનિકોને સતાવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા લોકાર્પણ પહેલા સફાઈની સાથે જળ સંચઈની કામગીરી હાથ ધરવામાં આવે તો મનોરંજનની સાથે જ શહેરમાં પાણીનો પ્રશ્ન પણ હલ થઈ શકે તેમ છે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati