સ્થાનિક ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રની રાજનીતિમાં ગતિવિધી, ખોડલધામમાં પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાઇ

  • Updated On - 2:36 pm, Sun, 20 December 20
સ્થાનિક ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રની રાજનીતિમાં ગતિવિધી, ખોડલધામમાં પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાઇ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રની રાજનીતિમાં સૌથી મોટી રાજકીય ગતિવિધી જોવા મળી. ખોડલધામમાં સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણીઓની એક મહત્વની બેઠક યોજાઈ. જેમાં નરેશ પટેલની આગેવાનીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના આગેવાનો જોડાયા. આ બેઠકમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયા અને જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યાં. તો કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત વસોયા, કિરીટ પટેલ હાજર રહ્યાં. જ્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પણ જોડાયા. ખોડલધામમાં લેઉઆ પાટીદાર સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોની બેઠકે રાજનીતિમાં અનેક તર્ક-વિતર્ક સર્જયા છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati