Rajkot : નરેશ પટેલના વેવાઇના બંગલામાં થયેલી હત્યા મામલે તપાસ તેજ, આરોપીની માહિતી આપનારને ઈનામ

પોલીસે શકમંદ હત્યારાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. આ CCTV ફુટેજમાં એક શખ્સ માથામાં ટોપી, હાથમાં મોજા અને ગળામાં કપડું વીંટેલો જોવા મળી રહ્યો છે.

Rajkot : નરેશ પટેલના વેવાઇના બંગલામાં થયેલી હત્યા મામલે તપાસ તેજ, આરોપીની માહિતી આપનારને ઈનામ
Pravin Patel house
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 10:06 AM

Rajkot News : ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના (Naresh Patel) વેવાઇ પ્રવીણ પટેલના ઘરમાં થયેલી હત્યામાં પોલીસે તપાસ તેજ કરી છે.પોલીસ શકમંદ હત્યારાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. આ CCTV ફુટેજમાં એક શખ્સ માથામાં ટોપી, હાથમાં મોજા અને ગળામાં કપડું વીંટેલો જોવા મળી રહ્યો છે.હાલ પોલીસે (Rajkot Police) અલગ અલગ જગ્યાના CCTV ફૂટેજની તપાસ હાથ ધરી છે.સાથે જ પોલીસે શકાસ્પદ શખ્સની માહિતી આપનારને ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.મહત્વનું છે કે રાજકોટમાં પ્રવીણ પટેલના (Pravin Patel) ઘરના સિક્યોરિટી ગાર્ડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી.

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી હત્યાના બનાવો વધી રહ્યાં છે, ત્યારે અમીનમાર્ગ નજીક વિદ્યાકુંજ સોસાયટીમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. બંધ બંગલામાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા શખ્સે સિક્યોરિટી ગાર્ડની (Security Guard murder) હત્યા કરી નાખી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત માલવિયાનગર અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જે બંગલામાં હત્યા કરવામાં આવી છે તે બંગલો નરેશ પટેલના (Naresh Patel) વેવાઇ પ્રવીણ પટેલનો છે. તેમના ત્યાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા વિષ્ણુ કૂચરા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રવીણ પટેલ હાલ વડોદરામાં રહે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">