જરૂર ના હોવા છતા રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન લખનારા ડોકટર સામે પોલીસ કેસ

જિલ્લા આરોગ્ય અધિકારીની તપાસમાં ડૉક્ટરે રેમડેસિવીર ઇન્જેક્શનનો ( remdesivir injections ) દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે મામલે આરોગ્ય અધિકારીએ, ખોટી રીતે પ્રિસ્ક્રિપ્શન ( Prescription ) લખનારા ડૉક્ટર વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરીયાદ નોંધવી છે

જરૂર ના હોવા છતા રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન લખનારા ડોકટર સામે પોલીસ કેસ
રેમડેસિવીર ઈન્જેશન અંગે પ્રિસ્ક્રિપ્શન લખતા તબીબની પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Apr 19, 2021 | 9:40 AM

કોરોનાના દર્દીને રેમડેસિવીર ઈન્જેકશનની ( remdesivir injections ) જરૂર ના હોવા છતા, ખોટી રીતે રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન ( Prescription ) લખી આપનારા ડોકટર ઉપર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. ગુજરાતમાં હાલ, કોરોનાની ( Corona ) સુનામી ચાલી રહી છે. એવા સમયે શ્વાસની ગંભીર તકલીફ સાથે હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. અને રોજબરોજ વધી રહી છે.

આવા દર્દીઓને રેમડેસિવીર ઈન્જકેશન તબીબોની દેખરેખ હેઠળ આપવાનું હોય છે. પરંતુ કેટલાક સંગ્રહાખોરો તેમના ફેમિલી ફિઝીશીયન, તબીબો પાસે ખોટુ રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રીપ્શન લખાવી લે છે. અને તેના આધારે રેમડેસિવીર ઈન્જેકશન જરૂર ના હોય તો પણ ખરીદવા માટે ફાફા મારી જ્યા ઈન્જેકશન મેળવવા લાઈન હોય ત્યા ગોઠવાઈ જાય છે.

બનાસકાંઠા ( Banaskantha ) જિલ્લામાં પણ રેમડેસિવીર ઈન્જેશનની અછત સર્જાતા, જિલ્લા આરોગ્ય વિભાગે, કોરોનાના દાખલ થયેલા દર્દીઓના આંકડાકીય વિગતોના આધારે કેટલીક તપાસ કરતા જેમને જરૂર ના હોય તેવા લોકો પણ રેમડેસિવીર ઈન્જેકશન મેળવતા હોવાની વિગતો સામે આવી હતી. આવા કિસ્સામાં જિલ્લા આરોગ્ય અધિકારીએ, ઊડાણપૂર્વકની તપાસ હાથ ધરીને ખોટી રીતે રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રીપ્શન લખી આપનારા ડોકટર સામે પોલીસ કરીને ફોજદારી કાર્યવાહી હાથ ધરી છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

દર્દીઓને રજા અપાઈ ગઈ હોવા છતાં પાલનપુરની (palanpur ) ભૂમાકેર હોસ્પિટલના ડૉક્ટરે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવ્યા હતા. જે મામલે આરોગ્ય અધિકારીએ પોતીની ટીમ સાથે ભૂમાકેર હોસ્પિટલમાં ( bhumacare hospital ) તપાસ હાથ ધરી હતી. જેમાં 6 રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા અંગે ડોકટરની ગેરરીતિ સામે આવી હતી. આરોગ્ય વિભાગે ડિઝાસ્ટર અને એપીડમિક એક્ટ હેઠળ ડોકટર સામે કાર્યવાહી હાથ ધરી હતી. આરોગ્ય અધિકારીની તપાસમાં ડૉક્ટરે રેમડેસિવીર ઇન્જેક્શનનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે (Palanpur West Police Station ) આરોગ્ય અધિકારીએ ડૉક્ટર વિરુદ્ધ ફરીયાદ નોંધવી છે.

ભૂમાકેર હોસ્પિટલના 6 દર્દીઓના ડોક્યુમેન્ટ મેળવી ભુમાકેર હોસ્પિટલના ડૉક્ટરે પાલનપુર સિવિલમાંથી રેમડેસિવિર મેળવ્યા હોવાનું આરોગ્ય અધિકારીની તપાસમાં સામે આવ્યું હતું. આક્ષેપિત ડૉકટર આ મામલે પોતાનો લુલો બચાવ કરતા જોવા મળ્યો. ડૉકટરનું કહેવું છે કે દર્દીઓની સારવાર અહીં થતી હતી. તમને દર્દીઓના ડોક્યુમેન્ટને આધારે ઇન્જેક્શન મેળવી તેમની સારવાર કરી હતી. પરંતુ આરોગ્ય વિભાગ સામે ગુનો કબુલનાર ડૉક્ટરે પોતે નિર્દોષ હોવાનુ સતત રટણ કર્યે રાખ્યુ છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">