વડાપ્રધાન મોદી મંગળવારે કચ્છની મુલાકાતે આવશે, 3 કાર્યક્રમનું વર્ચ્યુલ ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન મોદી મંગળવારે કચ્છની મુલાકાતે આવશે, 3 કાર્યક્રમનું વર્ચ્યુલ ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન મોદી 15મી તારીખે બપોરે કચ્છની મુલાકાત લેવા માટે આવશે. વડાપ્રધાન 12.20 વાગ્યે ભૂજ એરપોર્ટ પર ઉતરાણ કરશે અને 12.55 વાગ્યે ભૂજ એરપોર્ટથી ધોરડો જવા રવાના થશે અને 1.15 વાગ્યે ધોરડોમાં ઉતરાણ કરશે. ત્યારબાદ સભા સ્થળે પહોંચી 3 કાર્યક્રમનું વર્ચ્યુલ ખાતમુહૂર્ત કરશે. જેમાં ખાવડા રણ સ્થિત 5000 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનાના પ્રથમ ફેઝના કામનું ખાતમુહૂર્ત કરશે. […]

Kunjan Shukal

|

Dec 13, 2020 | 11:01 PM

વડાપ્રધાન મોદી 15મી તારીખે બપોરે કચ્છની મુલાકાત લેવા માટે આવશે. વડાપ્રધાન 12.20 વાગ્યે ભૂજ એરપોર્ટ પર ઉતરાણ કરશે અને 12.55 વાગ્યે ભૂજ એરપોર્ટથી ધોરડો જવા રવાના થશે અને 1.15 વાગ્યે ધોરડોમાં ઉતરાણ કરશે. ત્યારબાદ સભા સ્થળે પહોંચી 3 કાર્યક્રમનું વર્ચ્યુલ ખાતમુહૂર્ત કરશે. જેમાં ખાવડા રણ સ્થિત 5000 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનાના પ્રથમ ફેઝના કામનું ખાતમુહૂર્ત કરશે.

Here is complete schedule of PM Modis 2 day Gujarat visit

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

માંડવી દરિયાકિનારે 800 કરોડના ખર્ચે ડીશએલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે તથા અંજારના ચાંદ્રાણી ખાતે 130 કરોડના ખર્ચે બનનાર સરહદ ડેરીના નવા પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. ગુજરાતની 6 કલાકની મુલાકાત દરમિયાન ભુજ સ્થિત ભૂંકપ દિવગંતોની યાદમાં બનનાર સ્મૃતિવનના કામની સમિક્ષા કરશે. ત્યારે સાંજે ધોરડોમાં સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી નિહાળ્યા બાદ ભુજ પરત ફરી દિલ્હી જવા રવાના થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati