શંખ વગાડવાથી મળશે આધ્યાત્મિક અને શારીરિક ફાયદા.

શંખ વગાડવાથી મળશે આધ્યાત્મિક અને શારીરિક ફાયદા.

હિન્દુ ધર્મની અંદર, શંખને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આથી જ ભગવાન વિષ્ણુ દ્વારા શંખનો ઉપયોગ કરવામાં આવતો હતો. સમુદ્રમંથન દ્વારા મળેલા 14  રત્નોમાંનો છઠ્ઠો રત્ન શંખ છે. હિન્દુ ધર્મની અંદર કોઈપણ પ્રકારના શુભ કાર્યો, વિવાહ કાર્ય, ધર્મ અનુષ્ઠાન અથવા તો, નિત્ય પૂજાની અંદર શંખ વગાડવાનો નિયમ બનાવવામાં આવેલો છે. ઘરની અંદર જો […]

Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Jan 16, 2021 | 4:04 PM

હિન્દુ ધર્મની અંદર, શંખને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આથી જ ભગવાન વિષ્ણુ દ્વારા શંખનો ઉપયોગ કરવામાં આવતો હતો. સમુદ્રમંથન દ્વારા મળેલા 14  રત્નોમાંનો છઠ્ઠો રત્ન શંખ છે. હિન્દુ ધર્મની અંદર કોઈપણ પ્રકારના શુભ કાર્યો, વિવાહ કાર્ય, ધર્મ અનુષ્ઠાન અથવા તો, નિત્ય પૂજાની અંદર શંખ વગાડવાનો નિયમ બનાવવામાં આવેલો છે. ઘરની અંદર જો મંદિરમાં શંખની સ્થાપના કરવામાં આવે તો તેને પણ ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ શંખ વગાડો તેની પાછળ માત્ર ધાર્મિક માન્યતા જ છુપાયેલી નથી. શંખ વગાડવા ના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો.

 

શંખ વગાડતી વખતે મોંમા હવા ભરવી પડે છે. જેનાથી ફેશિયલ એરિયાની કસરત થઇ જાય છે. સાથે હવા ભરવા અને કાઢવાને લીધે, ફેફસા પણ સ્વસ્થ રહે છે. નિયમિત રૂપે જ શંખ વગાડવામાં આવે તો, શ્વાસ સંબંધી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. આયુર્વેદ શાસ્ત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે, નિયમિત રૂપે જો શંખ ફૂંકવામાં આવે તો, દમ, અસ્થમા, યકૃત, કિડની અને ફેફસાંને લગતી દરેક બીમારીઓ દૂર થઈ જાય છે.

૧. શંખ ને વગાડવાથી ફેફસા ફેલાય છે અને તેનાથી અસ્થમા કે શ્વાસથી જોડાયેલ સમસ્યા દુર થાય છે, અને આપને આંતરિક રૂપથી ખુબ ફાયદો થાય છે.

૨. શંખ વગાડવાથી રેકટલ મસલ્સ સંકોચાયને ફેલાય છે તેનાથી એક્સરસાઈઝ પણ થાય છે. ગૈસ્ટ્રીક અને પેટ જેવી સમસ્યા આ વગાડવાથી દુર થાય છે.

૩. પ્રોસ્ટેટ મસલ્સની એક્સરસાઈઝ તો થાય જ છે. તેને વગાડવાથી તેમાં સોજો નથી આવતો. યુરીનરી બ્લૈડરની એક્સરસાઈઝ પણ થાય છે, તેનાથી જોડાયેલ ઘણી બીમારીઓથી બચાવ પણ થાય છે.

૪. શંખ વગાડવાથી મસલ્સની એક્સરસાઈઝ થાય છે, અને ચેસ્ટની ટોનીંગ પણ થાય છે. તેના સિવાય વોકલ કાર્ડ અને થાઈરોઈડથી જોડાયેલ સમસ્યામાં પણ ફાયદો મળે છે.

૫. સ્નાન કર્યા પછી જો આપ, શંખને સ્કીન પર હળવું હળવું રબ કરશો તો, આપની સ્કીન ગ્લો કરવા લાગશે.

૬. આખી રાત શંખને પાણીમાં રાખી દેવો, અને પછી તે પાણીથી આંખોને સાફ કરવી, તેનાથી આપની આંખ તંદુરસ્ત રહશે.

શંખ વગાડવા ને ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ અમુક ખાસ સમયે ક્યારેય પણ શંખ ન વગાડવો જોઈએ. શાસ્ત્રોની અંદર જણાવવામાં આવ્યું છે કે રાત્રે સંધ્યા આરતી પછી ક્યારેય પણ ન વગાડવો જોઈએ. આમ કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે.

તેના આકાર, ધ્વનિ અને સુંદરતાથી તેની ગુણવતા નક્કી થાય છે. ચમકદાર, સુડોળ, સુંદર, સ્પષ્ટ અને મધુર ધ્વનિવાળા શંખને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તૂટેલા, ઘસાયેલા, ખરાબ અવાજવાળા શંખનો ઉપયોગ કરવો નહીં અને તેને નદીમાં પધરાવી દેવા જોઈએ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati