ગુજરાતમાં સાબરમતી અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત છ સ્થળોથી સી- પ્લેન સેવાનું આયોજન

ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે રાજ્યને બે સી-પ્લેન મળે એ માટે આર્થિક  સહાય મળી રહે તે માટે કેન્દ્ર સરકારને અપીલ કરાઈ છે.

ગુજરાતમાં સાબરમતી અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત છ સ્થળોથી સી- પ્લેન સેવાનું આયોજન
Sea Plane (File Photo)

ગુજરાતના (Gujarat)નાગરિકોને સી-પ્લેનની(Sea Plane)  સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના છ સ્થળોને પસંદગી  કરીને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ (Purnesh Modi) જણાવ્યુ છે કે સાબરમતી રીવરફ્રન્ટ , સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાલિતાણા શેત્રુજ્ય ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઈ ડેમ, અને સુરતના ઉકાઈ ડેમની પસંદગી કરવામાં આવી છે.

આ માટે કેન્દ્ર સરકારને સહાય માટે રજુઆત કરાઈ છે. રાજ્યને બે સી-પ્લેન મળે એ માટે રાજ્યને આર્થિક  સહાય મળી રહે એ માટે અપીલ કરાઈ છે. આગામી સમયમાં પાઈલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતિ રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ  યુનિટી માટે સવાર-સાંજ બે ફ્લાઈટની સુવિધાઓ કરવા માટે પરવાનગી માંગવામાં આવી છે.

ડીસા એર સ્ટ્રીપને સત્વરે શરૂ કરવા દરખાસ્ત 

મંત્રીએ ઉમેર્યુ કે ઉતર ગુજરાતના નાગરિકોને અન્ય શહેરો સાથે ઉડ્ડયન સેવાઓનો લાભ મળે તે હેતુસર ડીસા એર સ્ટ્રીપને સત્વરે શરૂ કરાય તે માટે જમીન સોપણી માટે પણ કેન્દ્રને દરખાસ્ત કરવામાં આવી છે. એ જ રીતે કૃષિ ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત શાકભાજી અને ફળોની નિકાસ સુવિધાઓ પુરી પાડવા નવા કોલ્ડ સ્ટોરેજ નિર્માણ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે.

કેશોદ એરસ્ટ્રીપને ઉડાન સેવા અંતર્ગત પાર્કિગ સુવિધા અપાશે 

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજકોટના ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે પણ નાગરિકોને સુવિધા પુરી પાડવા એવીએશન પાર્કના જોડાણ માટે ટેક્ષીલિન્કની મંજુરી માંગવામાં આવી છે. ઉપરાંત કેશોદ એરસ્ટ્રીપને ઉડાન સેવા અંતર્ગત પાર્કીગના સુવિધાના પ્રશ્નો સત્વરે હલ કરવા રજુઆત કરાઈ હતી.

સાથે સાથે રાજ્યમાં કાર્યરત ૯ એરપોર્ટ અને ૩ એરસ્ટ્રીપ પર ટ્રાફીક વધી રહ્યો છે તેને ધ્યાને લઈને નાગરિકોના સમયની બચત થાય તે માટે વધુ સી.આઈ.એસ.એફ.ના જવાનોની સેવાઓ પુરી પાડવા માટે પણ કેન્દ્રને દરખાસ્ત કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ કહ્યુ કે અમદાવાદ રન વેના મરામતની કામગીરી આગામી તા.૩જી થી શરૂ થવાની હતી તે સંદર્ભે પણ રાજ્યમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ધ્યાને લઈ આ કામગીરી આગામી ૨૦મી જાન્યુઆરી બાદ શરૂ કરવા રજુઆત કરાતા આ કામગીરી પણ ૨૦મી જાન્યુઆરી પછી થાય તે માટે પણ કેન્દ્ર સરકાર દ્ધારા પણ હકારાત્મક નિર્ણય લેવાશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોના સ્થિતીને લઇને સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

આ પણ વાંચો : રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, પરીક્ષાના પેપરને લઇને છબરડો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati