તબીબોની હડતાળથી પ્રજા પરેશાન, સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોટર્મ માટે કલાકો સુધી રઝળ્યો મૃતદેહ

આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની લાશને પોસ્ટ મોટર્મ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલથી ૩૦ કિમિ દૂર આવેલ હાંસોટ આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવાની વ્યસ્થા કરવામાં આવે તોજ પોસ્ટ મોટર્મની કાર્યવાહી થશે.

તબીબોની હડતાળથી પ્રજા પરેશાન, સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોટર્મ માટે કલાકો સુધી રઝળ્યો મૃતદેહ
સિવિલ હોસ્પિટલ ભરૂચની ફાઈલ તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 12:45 PM

Bharuch : પગાર,પેન્શન અને પ્રમોશન સહિતની માંગણીઓ સાથે હડતાળ(Strike) પર રાજ્યભરના તબીબો (Doctors) સાથે ભરૂચના સિવિલ હોસ્પિટલ , PHC અને CHC સેન્ટરના તબીબો પણ જોડાયા છે. આજે હડતાળનો ત્રીજો દિવસ છે. સિનીયર તબીબોની હડતાળને પગલે સિવિલ હોસ્પિટલની(Civil Hospital) સેવા ખોરવાઇ હતી. તબીબોની હડતાળ વચ્ચે આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક મહિલાની લાશ રઝળી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલી વૃદ્ધાની લાશ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે કલાકો સુધી પોસ્ટ મોટર્મના ઈન્તેજારમાં પડી રહી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીએ સમસ્યાનો હલ કાઢવો હોય તો મૃતદેહને ૩૦ કિમિ દૂર આવેલા હાંસોટ આરોગ્ય કેન્દ્ર લઇ જવા રોકડું પરખાવી દીધું હતું. આખરે નેતાઓ વચ્ચે પડતા પોસ્ટમોટર્મ બાદ લાશ પરિવારને મળી હતી.

આજે ભરૂચ સિવિલ હોસ્પટલ ખાતે તબોબી હડતાળના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં તબીબો એકઠા થયાં હતા અને પ્લેકાર્ડ સાથે સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરી હતી. તબીબોએ રેલી પણ કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એકતરફ તબીબો કામથી અળગા રહ્યા તો બીજી તરફ 200 મીટર દૂર એક પરિવાર તેમના વડીલ ૬૫ વર્ષીય શારદાબેન ચાપાનેરીયાની અંતિમવિધિ માટે મૃતદેહ મળવાનો ઇંતેજાર કરી રહ્યા હતા. પરિવાર એકાદ બે કલાક નહિ પરંતુ ગઈકાલ રાતથી મૃતદેહનો કબ્જો લેવા પોસ્ટમોટર્મ રૂમની બહાર બેઠા છે.

તબીબોની હડતાળના કારણે લાશના પોસ્ટ મોટર્મની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ ન થવાના કારણે લાશ રઝળી રહી છે. સામાન્ય પરિવારના લોકો પાસે વગ ન હતી અને સિસ્ટમ સામે લડવા તેઓ સક્ષમ ન હોવાથી રોષ કે નારાજગી વ્યક્ત કરવાના સ્થાને તેમની હાલત ઉપર રહેમ કે દયા જાણી લાશનું પોસ્ટમોટર્મ થાય અને લાશ મળે તેના ઈન્તેજાર કરતા રહ્યા હતા. તબીબોની હડતાળ દરમ્યાન રેલીની આગેવાની કરનાર ભરૂચ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જે એસ ધુલેરાને આ બાબતે પૂછવામાં આવતા તેમણે સમસ્યા બાબતે માનવતાનું વલણ દાખવવાની પહેલથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગરીબ પરીવાર કલાકોથી વડીલ મહિલાના મૃતદેહને અંતિમવિધિ કરવા માટે ઇંતેજાર કરી રહ્યો હતો પણ કોઈના પેટનું પાણી હાલ્યું નહિ. પરિવારે ક્યાં સુધી લાશ મેળવવા ઇંતેજાર કરવો તેના જવાબમાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની લાશને પોસ્ટ મોટર્મ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલથી ૩૦ કિમિ દૂર આવેલ હાંસોટ આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવાની વ્યસ્થા કરવામાં આવે તોજ પોસ્ટ મોટર્મની કાર્યવાહી થશે. આ સાંભળી ગરીબ પરિવાર ચિંતાતુર બન્યો હતો. વાહનની અડફેટે કચડાઈ મૃત્યુ પામેલ મહિલાનો મૃતદેહ ગરીબ પરિવાર કઈ રીતે ૩૦ કિમિ દૂર લઈ જઈ શકે તે એકે પ્રશ્ન ઉભો થયો હતો. મામલે રાજકીય નેતાઓને હાથ જોડવામાં આવતા પોસ્ટમોટર્મ બાદ લાશ પરિવારને મળી હતી.

આ પણ વાંચો : હડતાળ પર ઉતરેલા તબીબોની ચીમકી, પ્રશ્નો હલ નહિ થાય તો રાજ્યમાં તબીબી સેવાઓ ખોરવાશે, જિલ્લાના 330 તબીબો હડતાળ પર

આ પણ વાંચો : Rajkot: નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઇને મોટા સમાચાર, છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાઈ શકે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">