કોરોનાનાં કેસ રજિસ્ટ્રી અને સરકારી વકીલની ઓફિસમાંથી હવે હાઈકોર્ટની જસ્ટિસના ઓફિસ સુધી પહોંચ્યા, હાઈકોર્ટની ત્રણ કોર્ટમાં આજથી શરુ થનારી પ્રત્યક્ષ સુનાવણીને રદ કરવાનો હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીએ લીધો નિર્ણય

હાઈકોર્ટમાં કોરોના પોઝિટિવના કેસ, રજિસ્ટ્રી અને સરકારી વકીલની ઓફિસમાંથી હવે હાઈકોર્ટની જસ્ટિસના ઓફિસ સુધી પહોંચ્યા છે. એક જસ્ટિસના કોર્ટ માસ્ટર કોરોનાગ્રસ્ત થયા છે, જ્યારે અન્ય એક જસ્ટિસ એક અઠવાડિયાની રજા પર ઊતરી ગયા હોવાની પણ માહિતી સૂત્રોએ આપી છે. આ સ્થિતિના લીધે, લોકડાઉન બાદ આજથી પ્રથમ તબક્કામાં હાઈકોર્ટની ત્રણ કોર્ટમાં શરુ થનારી પ્રત્યક્ષ સુનાવણીને રદ […]

કોરોનાનાં કેસ રજિસ્ટ્રી અને સરકારી વકીલની ઓફિસમાંથી હવે હાઈકોર્ટની જસ્ટિસના ઓફિસ સુધી પહોંચ્યા, હાઈકોર્ટની ત્રણ કોર્ટમાં આજથી શરુ થનારી પ્રત્યક્ષ સુનાવણીને રદ કરવાનો હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીએ લીધો નિર્ણય
https://tv9gujarati.com/latest-news/corona-na-case-r…ic-sudhi-pohchya-160288.html ‎
Pinak Shukla

|

Sep 16, 2020 | 8:57 AM

હાઈકોર્ટમાં કોરોના પોઝિટિવના કેસ, રજિસ્ટ્રી અને સરકારી વકીલની ઓફિસમાંથી હવે હાઈકોર્ટની જસ્ટિસના ઓફિસ સુધી પહોંચ્યા છે. એક જસ્ટિસના કોર્ટ માસ્ટર કોરોનાગ્રસ્ત થયા છે, જ્યારે અન્ય એક જસ્ટિસ એક અઠવાડિયાની રજા પર ઊતરી ગયા હોવાની પણ માહિતી સૂત્રોએ આપી છે. આ સ્થિતિના લીધે, લોકડાઉન બાદ આજથી પ્રથમ તબક્કામાં હાઈકોર્ટની ત્રણ કોર્ટમાં શરુ થનારી પ્રત્યક્ષ સુનાવણીને રદ કરવાનો હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે. આ મુદ્દા પર જ્યાં સુધી, નવો કોઈ આદેશ આવે નહીં, ત્યાં સુધી હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી થશે નહીં. આ મુદ્દાને લઈને, હાઈકોર્ટે પરિપત્ર બહાર પાડીને વકીલોને જાણ કરી છે. આ ઉપરાંત, હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આદેશ કર્યો છે કે, ૧૮ સપ્ટેમ્બરથી હાઈકોર્ટમાં ઓનલાઈન સુનાવણી માટેના રોસ્ટરમાં પણ બદલાવ કરાયો છે. જેમાં, સિવિલ અરજીઓની સુનાવણી સિંગલ જજમાં થશે. જ્યારે, ક્રિમિનલ અરજીઓની સુનાવણી અલગ અલગ ત્રણ સિંગલ જજની કોર્ટમાં સુનાવણી થશે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati