પેટાચૂંટણીનો જંગ, આવતીકાલે ઇવીએમમાં બંધ થશે ઉમેદવારોનું ભવિષ્ય

પેટાચૂંટણીનો જંગ, આવતીકાલે ઇવીએમમાં બંધ થશે ઉમેદવારોનું ભવિષ્ય

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો અબડાસા, ધારી, ગઢડા,લીંબડી, મોરબી, કરજણ, કપરાડા, ડાંગ પર પેટાચૂંટણીને લઇ 3 નવેમ્બરના રોજ મતદાન થવા જઇ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપના કયા ઉમેદવારો વચ્ચે હરિફાઇ થવા જઇ રહી છે તે વાંચો. અમરેલી જિલ્લાની ધારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા તેમજ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ […]

Niyati Trivedi

| Edited By: Bhavesh Bhatti

Nov 02, 2020 | 8:02 PM

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો અબડાસા, ધારી, ગઢડા,લીંબડી, મોરબી, કરજણ, કપરાડા, ડાંગ પર પેટાચૂંટણીને લઇ 3 નવેમ્બરના રોજ મતદાન થવા જઇ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપના કયા ઉમેદવારો વચ્ચે હરિફાઇ થવા જઇ રહી છે તે વાંચો.

પેટાચૂંટણીનો જંગ,આવતીકાલે ઇવીએમમાં બંધ થશે ઉમેદવારોનું ભવિષ્ય

અમરેલી જિલ્લાની ધારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા તેમજ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા વચ્ચે જંગ છે. મોરબી બેઠક પરથી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને કોંગ્રેસના ઉમેદવાર જયંતિ જયરાજ ચૂંટણી લડવા જઇ રહ્યા છે. બોટાદ જિલ્લાની ગઢડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકી ચૂંટણી લડી રહ્યા છે.

પેટાચૂંટણીનો જંગ,આવતીકાલે ઇવીએમમાં બંધ થશે ઉમેદવારોનું ભવિષ્ય

વડોદરાની કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ તેમજ કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાનું નસીબ આવતીકાલે ઇવીએમમાં બંધ થશે. ઉલ્લેખનીય છે કે, કચ્છની અબડાસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રધુમનસિંહ તેમજ કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણી ચૂંટણી લડી રહ્યા છે. ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય પટેલ તેમજ કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત વચ્ચે જંગ છે. વલસાડની કપરાડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર બાબુ વરઠા વચ્ચે જંગ છે. સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર ચૂંટણી લડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati