Ahmedabad : ન્યૂ મણિનગરમાં પાલતુ શ્વાને માસૂમ બાળક પર કર્યો હુમલો, પોલીસે CCTVના આધારે શ્વાન માલિકની કરી ધરપકડ, જુઓ Video
અમદાવાદમાં પાલતુ શ્વાન દ્વારા માસૂમ પર હુમલો કરવાની વધુ એક ઘટના સામે આવી છે. રામોલ પોલીસે શ્વાન માલિકની ધરપકડ કરી છે. જર્મન શેફર્ડ શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. બાળકના પિતાની ફરિયાદ બાદ રામોલ પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં પાલતુ શ્વાન દ્વારા માસૂમ પર હુમલો કરવાની વધુ એક ઘટના સામે આવી છે. રામોલ પોલીસે શ્વાન માલિકની ધરપકડ કરી છે. જર્મન શેફર્ડ શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. બાળકના પિતાની ફરિયાદ બાદ રામોલ પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ન્યૂ મણિનગરના શરણમ એલીગન્સનો બનાવ બન્યો છે. ત્યારે ન્યૂ મણિનગરના શરણમ એલીગન્સનો બનાવ હોવાનું સામે આવ્યું છે. બાળક દોડીને આવતા શ્વાન કરડ્યાનું શ્વાન માલિક રટણ ચાલુ રાખ્યું હતુ. પરંતુ સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થતા પોલીસે શ્વાન માલિકની ધરપકડ કરી છે.
ઘરના પરિસરમાં જ બાળકો સુરક્ષિત ન હોય તેવો ઘાટ અમદાવાદમાં સર્જાયો છે. ઘટના ન્યૂ મણિનગરના શરણમ એલિગન્સમાંથી સામે આવી રહી છે. અમદાવાદમાં શ્વાન માલિક સંગીતા વણિયાર ઉર્ફે પાપાબેન પાલતુ શ્વાન જર્મન શેફર્ડ સાથે પાર્કિંગમાંથી પસાર થઈ રહ્યા છે. પણ, નિયમ અનુસાર તેણે શ્વાનને માસ્ક પહેરાવેલું નથી. અને તે જ સમયે એક માસૂમ બાળક જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે એકાએક પાલતું જર્મન શેફર્ડ તેના પર તૂટી પડ્યું હતું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
પોલીસે CCTVના આધારે શ્વાન માલિકની કરી ધરપકડ
બાળકના પિતાનો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે પાંચ મહિનામાં જર્મન શેફર્ડ દ્વારા હુમલાની આ બીજી ઘટના છે. અને અત્યાર સુધીમાં આ પાલતુ શ્વાન ત્રણ લોકોને કરડી ચુક્યું છે. અગાઉ તેણે H બ્લોકમાં રહેતી એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. પરંતુ, ત્યારે શ્વાન માલિકે ખાતરી આપી હતી કે હવે એવું નહીં થાય. સ્થાનિકોનો આરોપ છે કે ઘટના બાદ શ્વાન માલિકે એક-બે વાર જ શ્વાનને માસ્ક પહેરાવ્યું. ત્યારબાદ ફરી જર્મન શેફર્ડને ખુલ્લેઆમ ફેરવવા લાગ્યા. શ્વાન માલિકે મનપા પાસેથી સર્ટીફિકેટ પણ મેળવેલું છે. પરંતુ, સ્થાનિકોનું કહેવું છે કે શ્વાન એ હદે ઉગ્ર છે કે ખુદ તેના માલિકના જ કંટ્રોલમાં નથી રહેતો. જો તેણે ફરી કોઈ બાળકને નિશાને લીધું તો શું ?
Ahmedabad Shock: Pet German Shepherd Attacks Child, Owner Arrested | Gujarat | TV9Gujarati#Ahmedabad #GermanShepherd #DogAttack #BreakingNews #CCTVFootage #Gujarat #TV9Gujarati pic.twitter.com/yaJuhV56Sl
— Tv9 Gujarati (@tv9gujarati) November 6, 2025
હાલ શ્વાન માલિક સંગીતા વણિયારની રામોલ પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ તેમના પત્નીનું કહેવું છે કે જર્મન શેફર્ડ છેલ્લા 4 વર્ષથી તેમની સાથે છે. તેમણે માસ્ક ન હતું પહેરાવ્યું તે ભૂલ તે સ્વીકારી રહ્યા છે. પણ, તેમનું કહેવું છે કે અગાઉ બાળકે ફટાકડો ફેંકતા શ્વાને નખ માર્યો હતો. જ્યારે ગઈકાલની ઘટનામાં બાળક દોડીને આવતા દુર્ઘટના સર્જાઈ હતી.