ગુજરાતમાં માસ્ક ના પહેરનારને 1000 નહી 500નો દંડ કરો, ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટમાં કરશે રજૂઆત

ગુજરાતમાં માસ્ક નહી પહેરનારાઓ પાસેથી હાલમાં રૂપિયા એક હજારનો દંડ વસૂલવામાં આવે છે. આ દંડની રકમમાં 50 ટકા એટલે કે, રૂપિયા 1000ને બદલે રૂપિયા 500 કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. જેના માટે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવા સંબધિત વિભાગોને મુખ્ય પ્રધાને સુચના આપી દીધી છે.

  • Updated On - 12:50 pm, Tue, 22 June 21 Edited By: Bipin Prajapati
ગુજરાતમાં માસ્ક ના પહેરનારને 1000 નહી 500નો દંડ કરો, ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટમાં કરશે રજૂઆત
માસ્ક નહી પહેરનારને 1000ને બદલે 500નો દંડ કરવા સરકાર કરશે હાઈકોર્ટમાં રજૂઆત

ગુજરાતમાં એક તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવા સમયે ગુજરાત સરકારે મહ્તવનો નિર્ણય કર્યો છે. ગુજરાતમા માસ્ક નહી પહેરનારા પાસેથી હાલમાં જે દંડ વસૂલવામા આવે છે તેમાં ઘટાડો કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આ માટે ગુજરાત સરકાર, આજે ગુજરાત હાઈકોર્ટમાં માસ્ક નહી પહેરનારાઓ માટે નક્કી કરાયેલા દંડની રકમમાં ઘટાડો કરવાની રજૂઆત કરશે.

ગુજરાતમાં માસ્ક નહી પહેરનારાઓ પાસેથી હાલમાં રૂપિયા એક હજારનો દંડ વસૂલવામાં આવે છે. આ દંડની રકમમાં 50 ટકા એટલે કે, રૂપિયા 1000ને બદલે રૂપિયા 500 કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. સરકારના આ નિર્ણયને કાનુની સ્વરૂપ મળી રહે તે માટે, ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, સરકારના સંબધિત વિભાગોને સુચના આપી દીધી છે.

ગુજરાતમાં માસ્ક નહી પહેરનારાઓ પાસેથી દંડ વસૂલવા માટે પોલીસ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને અધિકાર આપેલા છે. લોકો માસ્ક ના પહેરે તેમની પાસેથી દંડ વસૂલવાના સમયે ઉગ્ર રકઝક અને ક્યાક પોલીસ કાર્યવાહી સુધીના કિસ્સા સામે આવી રહ્યાં છે. ગુજરાત સરકારના આ નિર્ણય સામે પ્રજા તરફથી કેવો પ્રતિસાદ સાપડે છે તે જોવુ રહેશે.

ગુજરાતમાં માસ્ક ના પહેરનારને રૂપિયા 1000નો નહી પરંતુ રૂપિયા 500નો દંડ કરો. તેવી રજૂઆત આજે ગુજરાત સરકાર, ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત. ગુજરાત સરકારે આ પ્રકારની રજૂઆત કરવા સરકારના સંબધિત વિભાગને સુચના આપી દીધી છે. જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલનો દંડ રૂ. 1,000 થી ઘટાડીને રૂ 500 કરવા ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૂચના આપી છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati