ઉત્તર ગુજરાતના કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાશે, ત્રણ વર્ષની રાહ જોયા બાદ આગામી સપ્તાહથી વિતરણ કરાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (Hemchandracharya University) સંલગ્ન કોલેજના વિધ્યાર્થીઓને આ ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે. અગાઉ એક એક હજાર રુપિયા વિધ્યાર્થીઓએ ભરવા છતાં પણ ચાળીસે ટકા વિધ્યાર્થીઓને જ ટેબ્લેટ મેળવવાનો મોકો મળી શક્યો હતો.

ઉત્તર ગુજરાતના કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાશે, ત્રણ વર્ષની રાહ જોયા બાદ આગામી સપ્તાહથી વિતરણ કરાશે
Hemchandracharya University સંલગ્ન કોલેજના વિધ્યાર્થીઓને લાભ મળશે
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

May 27, 2022 | 10:14 PM

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ટેબ્લેટ (Tablet) વિતરણમાં લાભ લેવાનો બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને હવે આગામી સપ્તાહથી તેમની રાહનો અંત કરવામાં આવશે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (Hemchandracharya University) સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને આ ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે. અગાઉ એક એક હજાર રુપિયા વિદ્યાર્થીઓએ ભરવા છતાં પણ ચાળીસે ટકા વિદ્યાર્થીઓને જ ટેબ્લેટ મેળવવાનો મોકો મળી શક્યો હતો. પરંતુ હવે યુનિવર્સિટી ટેબ્લેટ વિતરણની શરુઆત આગામી સપ્તાહથી કરવા જઈ રહી છે. આમ 2019 બાદ હવે વિતરણ ફરી એકવાર શરુ કરવામાં આવનાર છે.

કેસીજી દ્વારા 11 હજાર 300 જેટલા ટેબ્લેટની ફાળવણી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને કરવામાં આવ્યા છે. જે હવે 1000 રુપિયા ભરીને ટેબ્લેટની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે. જોકે આમ છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ આ લાભ મેળવવામાંથી હજુ પણ બાકી રહી જશે. જે અંદાજે 6 હજાર જેટલા વિદ્યાર્થીઓએ હજુ વધુ રાહ જોવી પડશે. જોકે આ પહેલા પણ ટેબ્લેટ મેળવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રજુઆતો કરવામાં આવી હતી.

અઢીસો થી વધુ કોલેજમાં વિતરણ કરાશે

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન અઢીસો જેટલી કોલેજોના વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવનાર છે. લગભગ 11 હજાર થી વધુ ટેબ્લેટ વિતરણ થનારા છે. આમ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે. આ પહેલા ટેબ્લેટ વિતરણ કરવામાં આવતા હતા. પરંતુ મેડ ઈન ચાઈના પર નિયંત્રણો લગવવામાં આવતા ભારતીય ઉત્પાદીત ટેબ્લેટ વિતરણ કરવાના પ્રયાસમાં વિદ્યાર્થીઓએ લાંબી રાહ જોવી પડી હતી. આ પહેલા 15 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ટેબ્લેટ મેળવ્યા હતા. અને વધુ 11 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ આ લાભ મેળવશે.

સરકારી કોલેજોના વિદ્યાર્થીઓને અગ્રીમતા

મીડિયા રિપોર્ટ મુજબ યુનિવર્સીટીના સુત્રોથી પહેલા સરકારી કોલેજોને ટેબ્લેટ વિતરણ માટે આપવામાં આવશે. એટલે કે સરકારી કોલેજમાં અભ્યાસ કરતા અને 1000 રુપિયા ભરેલ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણમાં અગ્રીમતા આપવામાં આવનાર છે. ત્યારબાદ ના તબક્કામાં ખાનગી કોલેજના વિદ્યાર્થીને વિતરણ કરવામાં આવશે. જોકે કેસીજી કે જે ટેબ્લેટ વિતરણ એજન્સી છે, તેના દ્વારા બાકી રહેલા વિદ્યાર્થીઓને ઝડપથી ટેબ્લેટ વિતરણ કરવામાં આવનાર છે. આમ વિદ્યાર્થીઓને લાંબા સમયથી ટેબ્લેટની જોવાઈ રહેલી રાહનો અંત આવશે. જોકે બાકી રહેલા વિદ્યાર્થીઓ નિરાશ રહેવુ પડશે, જે નિરાશા ક્યારે હટશે તેની પણ રાહ જોવી રહી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati