Patan : વેરાઇ ચકલા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો, પિતરાઇ ભાઈએ જ ભાઈની જાહેરમાં હત્યા કરી

ગુજરાતના(Gujarat)  પાટણ(Patan) શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં સવારે 9 વાગ્યાના અરસામાં ખૂની ખેલ ખેલાયો. એક વર્ષથી ચાલતા મામા-ફોઇના ભાઈઓ વચ્ચે ચાલતા ઝઘડાનો અંત આખરે મોતથી(Murder) આવ્યો છે.

Patan : વેરાઇ ચકલા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો, પિતરાઇ ભાઈએ જ ભાઈની જાહેરમાં હત્યા કરી
patan murder
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Aug 04, 2022 | 4:47 PM

ગુજરાતના(Gujarat)  પાટણ(Patan) શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં સવારે 9 વાગ્યાના અરસામાં ખૂની ખેલ ખેલાયો. એક વર્ષથી ચાલતા મામા-ફોઇના ભાઈઓ વચ્ચે ચાલતા ઝઘડાનો અંત આખરે મોતથી(Murder) આવ્યો છે. ભર બજારમાં હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં રિક્ષા ચાલક ફોઇના દિકરા પર તેના જ મામાના દિકરાએ ભરબજારમાં છરી વડે હુમલો કરે છે. જેમાં રિક્ષા ચાલક ઢળી પડે છે. આ હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યા સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઇ જતા પરીવારજનોમાં આક્રંદ ફેલાયો છે.

મૃતક પ્રકાશ પટણી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જેને છેલ્લા એકાદ વર્ષથી તેના મામાના છોકરા સાથે ઝઘડો ચાલતો હતો. જેમાં આજે સવારે પ્રકાશ ઘરેથી રિક્ષા લઇને વર્ધી માટે નીકળ્યો હતો, ત્યારે વેરાઇ ચકલા પાસે તેનો મામાનો છોકરો મળ્યો હતો. શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને ભરબજારે રહેસી નાખ્યો હતો. જેને હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી માહોલમાં ગમગીની છવાઇ હતી

(With Input, Sunil Patel, Patan) 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati