PATAN : લોકો જાગૃતિ અને કડક નિયમોના પગલે ગામને બનાવ્યું કોરોનામુક્ત ગામ, શું હતા નિયમો ?

આરોગ્ય તંત્ર અને ગામજનોની જાગૃતતાથી હવે એદલા ગામમાં એકપણ કોરોનાનો કેસ નથી અને ગામ સંપૂર્ણ કોરોનામુકત બન્યું છે.

Rahul Vegda
| Edited By: | Updated on: May 05, 2021 | 8:24 PM

પાટણ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના બીજા વેવનુ સંક્રમણ સતત વધ્યું છે. જીલ્લાના ૧૦ ગામોમાં તો કોરોનાના કેસોએ તંત્ર અને ગામજનોને ચિંતામાં મુક્યા છે. જે પૈકી એક ગામ છે સરસ્વતીનું એદલા ગામ કે જ્યાં ગામમાં કોરોનાનુ સંક્રમણ સતત વધતું હતું. જેથી આરોગ્ય તંત્ર અને ગામજનોના સહયોગથી ગામને કોરોનામુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો. તેટલું જ નહિ ગામમાં કોરોનાને માત આપવા કડક નિયમો પણ બનાવ્યા છે. જુઓ વિડીયો…

 

કડક નિયોમો બનાવવામાં આવ્યા

કોરોનાના બીજા વેવમાં ગામડાઓમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે પાટણના એક ગામે કોરોનાને મ્હાત આપી છે અને ગામ કોરોનામુક્ત બન્યું છે. ગામમાં કડક લોકડાઉન અને લોક જાગૃતિથી ગામમાં હવે કોરોનાનો એક પણ કેસ નથી. કોરોના સામેની જંગમાં લડવા માટે કડક નિયોમો બનાવવામાં આવ્યા હતા. બિનજરુરી બહાર નિકળવા પર પ્રતિબંધ રાખવામા આવ્યો હતો. જીવનજરુરિયાત સિવાયની દુકાનો બંધ રાખવામા આવી હતી. તેમજ સવારે ૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ ગામમાં લોકડાઉન કરી દેવામાં આવતું હતું. ગામમા જનભાગીદારીથી ટીમની રચના પણ કરવામાં આવી હતી. ગામમાં ઘરે ઘરે ફરીને ટીમ દ્વારા લોકોને ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવતું હતું. આ પ્રકારના નીયમોનુ કડક પાલન ગામમાં શરુ કર્યું અને ગામને ૧૦ જ દિવસમાં કોરોનામુકત બનાવ્યું.

તો બીજીબાજુ એદલા ગામમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગની ટીમ પણ સક્રિય બની હતી. ઘરે ઘરે ફરીને શંકાસ્પદ લોકોની આરોગ્ય તપાસ શરુ કરી હતી. ગામના વ્યસ્ત લોકોનું આરોગ્ય તપાસ્યું જેમાં કેટલાક લોકોની સ્થિતિ ખરાબ પણ સામે આવી હતી. જે લોકોને PHC અને હોમ કવોરન્ટાઇન જ સારવાર આપવાનું કામ આરોગ્ય વિંબાગે શરુ કર્યું .અને આરોગ્ય વિભાગે પણ ગામને કોરોનાથી મુક્ત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

ડો. મીતેષ પ્રજાપતિ (THO સરસ્વતી) ટીવી9 સાથે વાત કરતાં જણાવે છે કે સરસ્વતી તાલુકાના એદલા ગામમાં લોકજાગૃતિથી ૧૦૦ જેટલા લોકોને કોરોના વેકસીન પણ અપાઇ અને વઘુ લોકોને વેકસીન માટે પ્રોત્સાહિત પણ કરાયા. આમ આરોગ્ય તંત્ર અને ગામજનોની જાગૃતતાથી હવે એદલા ગામમાં એકપણ કોરોનાનો કેસ નથી અને ગામ સંપૂર્ણ કોરોનામુકત બન્યું છે.

આ પણ વાંચો : Photos : આ શું ખેતરમાં હોસ્પિટલ ? દર્દીઓના સ્વાસ્થય સાથે રમત કરતો જોલા છાપ “મુન્નાભાઈ MBBS”

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">