Patan : ભાટસણમાં અનુસૂચિત જાતિના યુવાનના વરઘોડા પર પથ્થરમારાના કેસમાં 19 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

ગુજરાતમાં પાટણ (Patan)જિલ્લાના ભાટસણ ગામે 12 મેના રોજ અનુસૂચિત જાતિના યુવાનના લગ્નપ્રસંગે નિકળેલા વરઘોડામાં પથ્થરમારાના કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ 19 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Patan : ભાટસણમાં અનુસૂચિત જાતિના યુવાનના વરઘોડા પર પથ્થરમારાના કેસમાં 19 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
Patan Bhastsan Stone Pelting ( File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 5:29 PM

ગુજરાતમાં પાટણ (Patan)જિલ્લાના ભાટસણ ગામે 12 મેના રોજ અનુસૂચિત જાતિના યુવાનના લગ્નપ્રસંગે નિકળેલા વરઘોડામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ કેસમાં 19 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પથ્થરમારા બાદ તંગદીલીભર્યો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની વિગત મુજબ અનુસૂચિત જાતિના વિજય રામજી પરમારના લગ્ન પ્રસંગે ગામમાં ડીજે સાથે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો. આ કેટલાક અસામાજિક તત્વો દ્વારા વરઘોડો પર કરાયેલા પથ્થરમારામાં 5 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ ઘટના પગલે ગામમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.

તેની બાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરીથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. એક ચર્ચા મુજબ ગામમાં કોઈ પણ સમાજે વરઘોડો નહી કાઢવો એવો ઠરાવ થયેલો છે. આ ઠરાવ હોવા છતા પણ વરઘોડો કાઢવામાં આવતા પથ્થરમારાની ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલા વરઘોડામાં પણ કેટલાક લોકો જ્ઞાતિ આઘારીત નારા લગાવતા જોવા મળ્યા હતા

જો કે ગામમાં કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ પોલીસના બંદોબસ્ત વચ્ચે ફરી વરઘોડો નીકળ્યો હતો. જેમાં પોલીસની હાજરી વચ્ચે ફરી વરઘોડો નીકળ્યો હતો. જેમાં છેલ્લા ૮ વર્ષથી ગામમા થયેલ લગ્ન પ્રસંગમાં કોઇ સમાજનો વરઘોડો નીકળ્યો ન હતો.ભાટસણ ગામમાં વર્ષોથી તમામ સમાજે વરઘોડા પર પ્રતિબંઘ મુક્યો હોવાની વાત પણ જાણવા મળી છે. ગામમાં કોઇપણ સમાજે વરઘોડો ન કાઢવો તેવો ઠરાવ વર્ષો પહેલા જ ગામસભામાં કરવામાં આવ્યો હતો. તેમ છતા વરઘોડો નીકળતા ગામમાં સ્થિતિ વણસી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે આખરે અનુસુચિત જાતિના નીકળેલા વરઘોડામાં પણ કેટલાક લોકો જ્ઞાતિ આઘારીત નારા લગાવતા જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

(With Input, Sunil Patel  Patan) 

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">