Patan: સગીર વિદ્યાર્થિની પર હુમલો કરનાર આરોપીને ગ્રામજનોએ જાતે જ આપી સજા! યુવકને જાહેરમાં ઊંધો લટકાવ્યો, વીડિયો વાયરલ

શુક્રવારના રોજ પાટણના (Patan) સરસ્વતી તાલુકાના વાણાં ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની પર ગામના જ ઇસમે તીક્ષ્ણ હથિયાર વડે હૂમલો કર્યો હતો.

Patan: સગીર વિદ્યાર્થિની પર હુમલો કરનાર આરોપીને ગ્રામજનોએ જાતે જ આપી સજા! યુવકને જાહેરમાં ઊંધો લટકાવ્યો, વીડિયો વાયરલ
પાટણમાં આરોપીને જાહેરમાં સજા આપી - વીડિયો વાયરલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 3:20 PM

પાટણના ( Patan) વાણાં ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની પર ગામના જ એક ઇસમે તીક્ષ્ણ હથિયાર વડે હૂમલો કર્યો હતો. ત્યારે પાટણમાં સગીર વિદ્યાર્થિની (student) પર હુમલો કરનારા વ્યક્તિને ગ્રામજનોએ જાહેરમાં જ સજા આપી છે. ગામલોકોએ કાયદો હાથમાં લઇને પણ ગામના જ શખ્સને બાંધીને ઝાડ પર ઉંઘો લટકાવીને સજા આપી હોવાની માહિતી સામે આવી છે. જીવણજી ઠાકોર નામના ગામના જ યુવકે સગીરા પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતુ. જે બાદ ગ્રામજનોએ એકત્ર થઇ યુવકને ઝાડ પર લટકાવીને જાહેરમાં જ માર માર્યો હતો. ગ્રામજનો દ્વારા યુવકની ધોલાઇનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

શુક્રવારના રોજ પાટણના સરસ્વતી તાલુકાના વાણાં ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની પર ગામના જ ઇસમે તીક્ષ્ણ હથિયાર વડે હૂમલો કર્યો હતો. વાણાં ગામની સગીર વિદ્યાર્થીની ગામથી ચાલતા-ચાલતા કોયટા ગામની શાળા તરફ જઇ રહી હતી. જે સમયે સગીર વિદ્યાર્થીનીની એકલતાનો લાભ લઇને ગામના જ શખ્સે છરી વડે હૂમલો કર્યો હતો. જે સમયે નજીકમાં જ એક મહિલા હોઇ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહીલાને જોતાં જ શખ્સ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

જો કે આરોપીએ સગીર વિદ્યાર્થિની પર જીવલેણ હુમલો કરી અઘટિત માગણી કરતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જે બાદ ગ્રામજનોએ આરોપીને ઝડપી ઝાડ પર ઊંધા માથે લટકાવી માર માર્યો હતો અને બાદમાં તેને પોલીસ હવાલે કર્યો છે. જો કે TV9 આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

અઘટીત માંગણીનો પ્રતિકાર કરતા હુમલો કર્યો

શુક્રવારે ઇજાગ્રસ્ત સગીર વિદ્યાર્થિનીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવી હતી. વિદ્યાર્થિની પર હૂમલા મામલે વાગડોદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી. ગામના જ શખ્સે સગીર વિઘાર્થીની પાસે અઘટિત માગણી કરી હોવાનું પણ વિદ્યાર્થીનીના પરીવારજનો દ્વારા જણાવાયું હતુ. જેનો પ્રતિકાર કરતા વિદ્યાર્થિની પર હૂમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર મામલો?

સગીર છોકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે જે મુજબ, વાણાં ગામમા રહેતા અને છૂટક મજુરી કરીને પેટીયુ રળતા આ મજુર વ્યક્તિ મજુરી ન મળતા ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે વાણાં ગામે પુલ પાસે રસ્તામાં પોતાની પુત્રીને લોહીલુહાણ હાલતમાં જોઈ હતી. પુત્રી સવારે સ્કુલે જઈ રહી હતી ત્યારે ગામના જ એક શખ્સ દ્વારા પુત્રી પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર આરોપીનુ નામ જેટીયો ઠાકોર જાણવા મળ્યુ છે. એટલું જ નહી હુમલાખોરે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બુમાબુમ થતા અને લોકો ભેગા થઈ જતા આરોપી ત્યાથી નાસી છુટ્યો હતો.

(Input Credit – Sunil Patel, Patan)

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">