Patan : કાંસા ગામમાં 10 દિવસમાં 18 લોકોના શંકાસ્પદ મોત, ગામમાં ભયનો માહોલ

ગામના સ્મશાનગૃહોમાં હ્દયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. કાંસા ગામમાં છેલ્લા ૦૮ થી ૧૦ દિવસમાં ૧૮ થી વઘુ લોકોના સંકાસ્પદ મોતથી ગામમાં ભયનો માહોલ છવાયો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Apr 15, 2021 | 6:43 PM

પાટણના કાંસા ગામમાં શંકાસ્પદ મોતથી ચિંતા અને ભયનો માહોલ ઉભો થયો છે. માત્ર ૦૭ જ દિવસમાં ૧૮થી વઘુ લોકોના શંકાસ્પદ મોતથી ગામમાં ચિંતા અને શોકનો માહોલ ઉદ્દભવ્યો છે. તો ગામમાં ૪૫થી વઘુ પોઝીટીવ કેસ નોંઘાતા અચોકકસ મુદત સુઘી લોકડાઉન આપવામા આવ્યું છે . ગામમાં સામાન્ય બીમારી બાદ એકાએક લોકોના મોતથી ગામમાં સન્નાટો છવાઈ ગયો છે . જો કે ગામમાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા બાદ તંત્ર હજુ અજાણ છે.

પાટણના કાંસા ગામમાં સામે ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. ગામના સ્મશાનગૃહોમાં હ્દયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. કાંસા ગામમાં છેલ્લા ૦૮ થી ૧૦ દિવસમાં ૧૮ થી વઘુ લોકોના સંકાસ્પદ મોતથી ગામમાં ભયનો માહોલ છવાયો છે. છેલ્લા ૦૩ દિવસથી સરેરાશ ૦૩થી૦૪ લોકોના મોત નીપજ્યા છે. ગામમાં શંકાસ્પદ રીતે લોકોના મોત થતા ગામમાં ભેકાર મારતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગામમા શંકાસ્પદ હાલતમાં આટલી સંખ્યામાં માત્ર ગણતરીના જ દિવસમાં મોત નીપજતા ગામના લોકો પણ ભયના માહોલમાં મુકાયા છે.

કાંસા ગામમાં એવું નથી કે કોરોનાનુ સંક્રમણ નથી. જ્યારે TV9ની ટીમે આ મામલે તપાસ કરી તો ચોંકીવનારી હકીકત સામે આવી. કાંસા ગામમાં ૪૫ થી વધુ પોઝીટીવ કેસ એકટીવ છે તો હાલમાં પણ ગામના અનેક લોકો પાટણની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જ્યા ખાનગી હોસ્પિટલોમાં જ કાંસા ગામના લોકોના મોત પણ નીપજી રહ્યા છે.
જેને લઇને કાંસા ગામને અચોકકસ મુદત સુઘી સ્વૈચ્છિક લોકડાઉન આપવામા આવ્યું છે તો બીજીબાજુ કોરોનાને લઇને આરોગ્ય વિભાગે ગામના લોકોના ટેસ્ટીંગ પણ શરુ કર્યા છે.

પાટણના શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો કહેર શરુ થયો છે અને ખાનગી હોસ્પિટલોમાં લોકોના એકબાદ એક મોતથી ગામમાં મોતનો આંકડો પણ ભયજનક અને ભયાનકતા દર્શાવી રહ્યો છે. જો કે કાંસા ગામમાં ઉદ્દભવેલી આ ચિંતાજનક સ્થિતિથી હજુ જિલ્લાનું વહીવટી તંત્ર કેમ અજાણ છે તે પ્રશ્ન ચોક્કસ ઉદ્દભવે છે.

આ પણ વાંચો : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલ (CR Paatil) સામે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt)માં અરજી દાખલ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી (Congress leader Paresh Dhanani)એ આ અરજી દાખલ કરી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">