રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાં મેઘ મહેર, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે

રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાં મેઘ મહેર, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે


દક્ષિણ ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. તાપી જિલ્લાના વાલોડ, વ્યારા, બાજીપુરા અને વેડછી સર્કલ વિસ્તારમાં વરસાદ વરસ્યો. સુરતમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો. ઉત્તર ગુજરાતના અરવલ્લીના ભિલોડા, કિશનગઢ, લીલછા, જેશીંગપુરમાં ધોધમાર વરસાદ પડ્યો. સૌરાષ્ટ્ર પર મેઘરાજાની કૃપા યથાવત છે. જૂનાગઢમાં એક કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા કાળવો નદી બે કાંઠે થઈ. ગીર ગઢડામાં 1 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ પડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં. ભાવનગરના ઉમરાળા, ધોળા, ટીંબી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. અમરેલી જિલ્લામાં મેઘમહેર યથાવત્ રહી. સાવરકુંડલા ગ્રામ્યમાં બે ઈંચ વરસાદ પડતા ખારી નદી બે કાંઠે વહેવા લાગી, તો રાજકોટના લોધિકા પંથકમાં પણ વરસાદી માહોલ રહ્યો.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી 3 દિવસ રહેશે વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati