ત્રણ વરસાદી સિસ્ટમને પગલે ગુજરાતમાં 22-23 ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહી, મધ્ય-પૂર્વ ગુજરાત, ઉતર ગુજરાતમાં ભારે વરસાદ પડશે
ગુજરાતની આસપાસ સર્જાયેલ વરસાદી સિસ્ટમને પગલે આવતીકાલ 22 અને 23 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. મધ્યપ્રદેશમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથેસાથે મધ્ય ભારતમાં સીઅરઝોન અને ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે. વરસાદી સિસ્ટમને પગલે ઉતર ગુજરાત ઉપરાંત મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વ્યાપક વરસાદ પડશે. ખાસ કરીને અરવલ્લી […]
ગુજરાતની આસપાસ સર્જાયેલ વરસાદી સિસ્ટમને પગલે આવતીકાલ 22 અને 23 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. મધ્યપ્રદેશમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથેસાથે મધ્ય ભારતમાં સીઅરઝોન અને ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે. વરસાદી સિસ્ટમને પગલે ઉતર ગુજરાત ઉપરાંત મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વ્યાપક વરસાદ પડશે. ખાસ કરીને અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં સારો અને નોંધપાત્ર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 25 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનુ જોર પ્રમાણમાં ઘટશે.
આ પણ વાંચોઃસુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી વળ્યા ખાડીના પાણી, 1000થી વધુ ઘરમાં 2 ફુટથી વધુ પાણી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો