Lockdown: રાજ્યમાં આવતીકાલથી આંશિક અનલોકની શરૂઆત, 28 મે સુધી લાગુ રહેશે નિયમો

રાજ્યમાં કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને આવતીકાલથી આંશિક લોકડાઉનનની શરૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે લોકડાઉનના કડક નિયમો અને પ્રતિબંધોની અવધિ હતી

Lockdown: રાજ્યમાં આવતીકાલથી આંશિક અનલોકની શરૂઆત, 28 મે સુધી લાગુ રહેશે નિયમો
File Image


રાજ્યમાં કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને આવતીકાલથી આંશિક લોકડાઉનનની શરૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે લોકડાઉનના કડક નિયમો અને પ્રતિબંધોની અવધિ હતી, જે પૂરી થઈ રહી હતી. પરંતુ આ વચ્ચે કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. આ આંશિક લોકડાઉન આવતીકાલથી સમગ્ર રાજ્યમાં અમલી બનશે.

 

સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. લારી, ગલ્લા, વેપારીઓને ધંધા શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ટીવી9 દ્વારા અહેવાલ પ્રસ્તારિત કરવામાં આવ્યો હતો કે જે વિસ્તારમાં કોરોનાના કેસો નિયંત્રણમાં છે, તે વિસ્તારમાં છુટછાટ આપવાનો નિર્ણય સરકાર લઈ શકે છે, તે અનુસંધાને જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે.

 

આ પણ વાંચો: મ્યુકરમાઈકોસીસને મહામારી જાહેર કરવા આરોગ્ય મંત્રાલયનો રાજ્યોને આદેશ

 

 

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati