પન્ના મોમાયાની બેવડી ડ્યુટી: કોરોનાકાળમાં પણ ડીસીપી અને માતૃત્વની બંને જવાબદારી નિભાવી

ત્યારે આજે સુરતના (surat) એક એવા માતાની વાત કરવી છે જે કોરોનાના કપરા સમયમાં પોતાની ડ્યુટી પણ નિભાવી રહ્યા છે, બીજી તરફ માતૃત્વની ફરજ પણ અદા કરી રહ્યા છે.

પન્ના મોમાયાની બેવડી ડ્યુટી: કોરોનાકાળમાં પણ ડીસીપી અને માતૃત્વની બંને જવાબદારી નિભાવી

માતા નામ સાંભળીને જીવનના બધા દુઃખો ક્ષણભરમાં ભુલાઈ જાય. આજે વર્લ્ડ મધર્સ ડે છે. વિશ્વમાં દર વર્ષે મે મહિનાના પ્રથમ રવિવારને વિશ્વ મધર્સ ડે તરીકે ઉજવાય છે. ત્યારે આજે સુરતના (surat) એક એવા માતાની વાત કરવી છે જે કોરોનાના કપરા સમયમાં પોતાની ડ્યુટી પણ નિભાવી રહ્યા છે, બીજી તરફ માતૃત્વની ફરજ પણ અદા કરી રહ્યા છે.

અહીં વાત છે સુરતના ડીસીપી પન્ના મોમાયાની. કોરોનાનાએ કપરા સમયમાં નોકરી અને માતૃત્વની જવાબદારી આ બંને વચ્ચે સંતુલન રાખવા માટે તેમને ઘણો પરિશ્રમ કરવો પડે છે. થોડા સમય પહેલા જ પન્ના મોમાયા અને તેમની દીકરીને કોરોના થયો હતો. તેમણે જણાવ્યું કે તેઓ બેન વિદેશમાં રહે છે. વિદેશમાં હાલ તમામ ફ્લાઈટ બંધ હોવાથી તે આવી શકે તેવી સ્થિતિમાં ન હતા. 15 દિવસ પહેલા જ તેમના માતાનું અવસાન થયું હતું. ત્યારે પન્નાબેને એક પુત્રની જવાબદારી નિભાવીને માતાને અગ્નિદાહ પણ આપ્યો હતો.

અત્યાર સુધી તેમની દીકરી તેમની માતા પાસે રહેતી હતી. જેથી તેઓ ફરજ સારી રીતે બજાવી શકતા હતા. પરંતુ 15 દિવસ પહેલા તેમની માતાના નિધન બાદ હવે બાળકીને સંભાળવી તેમના માટે મુશ્કેલ બન્યું છે. કોરોનાના કપરા સમયમાં પણ તેઓ પોતાની ફરજ ભૂલ્યા નથી. નાઈટ કર્ફ્યુ અને કોરોનાની ડ્યુટી બજાવીને ઘરે આવ્યા બાદ ગરમ પાણી પીને, બાફ લઈને તમામ ગાઈડલાઈનનું પાલન કરીને જ તેઓ પોતાની દીકરીને તેડે છે.

અત્યાર સુધી સતત વ્યસ્ત હોવાથી તેમની માતા તેમની બાળકીની કાળજી લેતા પણ હવે બાળકીની કાળજી લેવી અને નોકરી વચ્ચેનું સંતુલન જાળવવું તેમના માટે મુશ્કેલ બન્યું છે. જોકે એક માતા માટે કોઈ કામ અઘરું હોતું નથી. જેનું ઉદાહરણ પન્ના મોમાયાએ પૂરું પાડ્યું છે. ડીસીપીની જવાબદારી નિભાવ્યા બાદ એક માતા તરીકેની ફરજ અને દીકરી પ્રત્યે પોતાની જવાબદારી બજાવવામાં પન્ના મોમાયા કોઈ કચાશ બાકી રાખતા નથી.

આ પણ વાંચો: મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી ઑક્સીજન ટેન્ક અને કોવિડ દવા પર ટેક્સ માફીની માંગ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati