Panchmahal : દૂધ ઉત્પાદકો માટે ખુશખબર, પંચામૃત ડેરીએ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કર્યો

48મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને કારણે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 2.5 લાખ દૂધ ઉત્પાદકોને લાભ મળશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 2:37 PM

પંચમહાલ(Panchmahal) ની પંચામૃત ડેરીએ ફરી એકવાર પશુપાલકોને અપાતા દૂધ(Milk) ના કિલો ફેટ દીઠ રૂપિયામાં વધારો કર્યો છે. ડેરીએ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કર્યો છે. જેમાં 48મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને કારણે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 2.5 લાખ દૂધ ઉત્પાદકોને લાભ મળશે. આ સાધારણ સભામાં સાંસદ તથા ગોધરા, લુણાવાડા અને સંતરામપુરના ધારાસભ્ય હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : Tokyo Olympics: પીવી સિંધુ માટે આજે ફાઇનલ પહેલાની ‘ફાઇનલ’, જાણો ક્યા જોઇ શકાશે મેચ

આ પણ વાંચો : BHAKTI:શું તમે કરો છો શનિદેવના આ દસ નામનો જાપ ? જાપ માત્રથી શનિદેવ હરશે સઘળા સંતાપ !

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">