Panchmahal : ગોધરા શહેર સહિત અનેક વિસ્તારોમાં મેધમહેર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન

ગોધરાના(Godhara) ભૂરાવાવ વિસ્તારના માર્ગો પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમજ ગોધરા જિલ્લા પંચાયત કચેરી બહારના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા. જેના નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી છે.

Panchmahal : ગોધરા શહેર સહિત અનેક વિસ્તારોમાં મેધમહેર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન
Godhra Rain Waterlogging
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 6:20 PM

ગુજરાતમાં(Gujarat)  ધીરે ધીરે ચોમાસું જામી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 ક્લાકમાં રાજયના 124 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં પંચમહાલમાં ગોધરા (Godhra) શહેર સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. તેમજ પોપટપુરા,અંબાલી ,બગીડોર ડોક્ટરના મુવાડા ,વાવડી, વેગનપુર છબનપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ ભારે વરસાદના પગલે ગોધરાના નિચાણવાળા વિસ્તારોમાં આવેલા માર્ગોમાં પાણી ભરાયા છે. જેમાં ગોધરાના ભૂરાવાવ વિસ્તારના માર્ગો પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમજ ગોધરા જિલ્લા પંચાયત કચેરી બહારના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા. જેના નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી છે. તેમજ ધોધમાર વરસાદના પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

રાજ્યના કુલ 124 તાલુકામાં મેઘમહેર વરસી

રાજ્યમાં ચોમાસાનું જામી રહ્યું છે. રાજ્યભરમાં હાલમાં સમગ્ર જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના કુલ 124 તાલુકામાં મેઘમહેર વરસી છે. રાજ્યમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ જૂનાગઢના માણાવદરમાં વરસ્યો છે. ત્યારે મહિસાગરના વીરપુરમાં પણ 4 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીના દોલવણમાં 4 ઈંચ, નવસારીના ખેરગામ અને વાંસદામાં પોણા 4 ઈંચ વરસાદ, જૂનાગઢ શહેર, વંથલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સાબરકાંઠાના વડાલી, ખેડાના વસોમાં પણ બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યના 46 તાલુકામાં 1 ઈંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે વિવિધ સ્થળોએ પાણી પણ ભરાઈ ગયા છે. વરસાદ વરસતા જ ખેડૂતોમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. ત્યારે શહેરી વિસ્તારના લોકોને વરસાદથી ભરાયેલા પાણીને પગલે મુશ્કેલીઓ વધી છે અને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં સુરત અને નવસારીનો સમાવેશ થાય છે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો ડાંગ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે તો પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા અને ગીરસોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

(With Input, Nikunj Patel, Godhra) 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">