Panchmahal : ભાજપ ધારાસભ્યના ધરપકડનો મામલો, પોલીસે લકઝરીયસ કાર સાથે લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી

Panchmahal : ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય ઝીમીરા રિસોર્ટમાં દારૂ અને જુગારની મહેફિલ માણતા ઝડપાયા છે. પોલીસે રોકડા અને લકઝરીયસ વાહનો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 9:07 AM

પંચમહાલ એલ.સી.બી. પોલીસને જિલ્લાના શિવરાજપુર ખાતે આવેલા ઝીમીરા રિસોર્ટમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે રેડ કરતા પોલીસ પણ રિસોર્ટના દ્રશ્યો જોઈ ચોકી ઉઠી હતી. રિસોર્ટમાંથી પોલીસે ખેડા જિલ્લાના માતર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી (Kesari Singh Solanki) સહિત અન્ય 18 નબીરાઓ તેમજ 3 નેપાળી મહિલાઓ સહિત 7 મહિલાઓને દારૂ તેમજ જુગારની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા કુલ 26 વ્યક્તિઓ પૈકી મોટાભાગના ઈસમો અમદાવાદના હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે બનાવની જગ્યાએથી 3.80 લાખની રોકડ, 1.11 કરોડની વૈભવી કાર તેમજ 9 જેટલી વિદેશી દારૂની બોટલ તેમજ જુગારમાં વપરાતા પ્લાસ્ટિકના કોઈન પણ મોટી સંખ્યામાં કબ્જે કર્યા હતા.

પોલીસે ધારાસભ્ય સહિત ઝડપાયેલા તમામના મોડી રાત સુધી નિવેદનો મેળવવાની કાર્યવાહી કરી તેમની સામે પાવાગઢ પોલીસ મથકે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મુદ્દે ધારાસભ્ય કેશરીસિંહે જણાવ્યું હતું કે, હું તો દર્શન કરવા ગયો હતો મારા પર લાગેલા આક્ષેપ ખોટા છે. હું દારૂ પીતો જ નથી.

પોલીસે રિસોર્ટના માલિક સામે પણ કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરી છે, તો બીજી તરફ સમગ્ર મામલે ગુજરાતભરનું રાજકારણ પણ ગરમાયુ છે. દારૂબંધી કડક કરનાર ભાજપ સરકારના જ ધારાસભ્ય આ પ્રકારની પ્રવૃત્તિમાં ઝડપતા રાજકીય ભુકંપ આવ્યો છે, ત્યારે ભાજપ દ્વારા ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવુ રહ્યું.

Follow Us:
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">