પંચામૃત ડેરીના પશુપાલકો માટે ખુશખબર, દૂધમાં કિલો ફેટના ભાવમાં રૂપિયા 30નો ભાવવધારાની જાહેરાત

પંચામૃત ડેરીના(Panchmrut Dairy) ચેરમેન જેઠા ભરવાડે પશુપાલકો માટે જાહેરાત કરી છે.જેઠા ભરવાડે  દૂધના કિલો  ફેટમાં રૂપિયા 30નો ભાવ વધારાની (Milk Price) જાહેરાત કરી છે.જેથી પશુપાલકોને હવેથી કિલો ફેટના રૂપિયા 760 મળશે.જૂનો ભાવ રૂપિયા 730 હતો.

પંચામૃત ડેરીના પશુપાલકો માટે ખુશખબર, દૂધમાં કિલો ફેટના ભાવમાં રૂપિયા 30નો ભાવવધારાની જાહેરાત
Panchamrut Dairy Milk Procurment
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

May 29, 2022 | 3:19 PM

ગુજરાતમાં પંચમહાલના (Panchmahal)  પશુપાલકો માટે ખુશીના સમાચાર છે.પંચામૃત ડેરીના(Panchamrut Dairy)  લોકાર્પણ સમયે પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડે પશુપાલકો માટે જાહેરાત કરી છે.જેઠા ભરવાડે  દૂધના કિલો  ફેટમાં રૂપિયા 30નો ભાવ વધારાની (Milk Price) જાહેરાત કરી છે.જેથી પશુપાલકોને હવેથી કિલો ફેટના રૂપિયા 760 મળશે.જૂનો ભાવ રૂપિયા 730 હતો, જે હવેથી કિલો ફેટના રૂપિયા 760 મળશે.આગામી 1 જૂનથી પશુપાલકોને નવો ભાવ ચૂકવવામાં આવશે

જીલ્લાના ખેડૂતો અને પશુપાલકો આત્મનિર્ભર બન્યા

ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. પંચામૃત ડેરી એ ત્રણ જિલ્લા પંચમહાલ, મહીસાગર અને દાહોદ સાથે સંકળાયેલ દૂધ મંડળીઓનું એક વિશાળ સહકારી માળખું છે. જેના થકી આજે ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ મંડળીઓનો નવતર રાહ ચિંધી આર્થિક સમૃધ્ધિના દ્રારા ખોલ્યા છે. “સહકાર થી સમૃધ્ધિ” ખેડૂતો અને પશુપાલકોની સમૃધ્ધિનો પર્યાય એટલે પંચમહાલ જીલ્લાની પંચામૃત ડેરી કે જેના થકી જીલ્લાના ખેડૂતો અને પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે.

પંચામૃત ડેરી દ્રારા છેલ્લા 13  વર્ષમાં ઘણાં નવા આયામો સર કર્યા

પંચામૃત ડેરી દ્રારા છેલ્લા 13  વર્ષમાં ઘણાં નવા આયામો સર કરી સહકારી ક્ષેત્રને મજબૂત કરવા અભૂતપૂર્વ સિધ્ધિઓ હાંસલ કરી છે. જેમા દૈનિક દૂધ સંપાદનની વાત કેરીએ તો વર્ષ-2008 -09  માં 4.03,000  કિલોગ્રામ દૂધ ઉત્પાદન થતું હતુ તે વર્ષ-2021 -22  માં વધીને 17,45, 000  કિલોગ્રામ કરીને ચાર ગણો વધારો થયો છે. દૂધ ઉત્પાદકોને ચુકવેલ ભાવ વર્ષ-2008-09  માં જે 275  રૂા./કિલોફેટ હતો તે વર્ષ-2021-22  માં વધીને 741  રૂા./કિલોફેટ થયો એટલે કે ત્રણ ગણો વધારો થયો છે, દૂધ સંઘના વાર્ષિક ટર્ન ઓવરમાં વર્ષ 2008-09  માં રૂા. 366  કરોડ હતા તે વધીને વર્ષ-2021-22  માં રૂા. 3230  કરોડ કરીને 9  ઘણો વધારો થયો છે, પશુપાલકોને દર 10  દિવસે ચુકવાતી રકમ વર્ષ- 2008-09  જે રૂા  7 કરોડ હતી તે વધીને વર્ષ-2021-22  માં રૂા. 64  કરોડ થતા 9  ગણો વધારો થયો છે.

પંચામૃત દૂધ સંઘ દ્રારા અમલ કરેલ વિવિધ યોજનાઓ અને માળખાકીય સુવિધાઓની વિગત જોઇએ તો પશુ વિવિધ યોજનાઓ હેઠળ દૂધાળા પશુ ખરીદીમાં 85,626  પશુઓ માટે સહાય, દૂધ મંડળીઓને એ.એમ.સી.એસ માટે 1156  મંડળીઓ, દૂધ મંડળીઓ માટે મીલ્કો ટેસ્ટીંગ મશીન 629  મંડળીઓને આપ્યા છે, દૂધ મંડળીઓને નવીન દૂધઘર બાંધકામ માટે 500  મંડળીઓને સહાય આપવામાં આવી છે , દૂધ મંડળીઓને ગોડાઉન બાંધકામ માટે 140  મંડળીઓને સહાય, દૂધ મંડળીઓને બલ્ક કુલર સ્થાપના માટે ૪૫૨ મંડળીઓને સહાય, મીની ડેરી ફાર્મ યોજના હેઠળ ૧૫૨૬ લાભાર્થીઓને સહાય, પાડી-વાછરડી યોજના હેઠળ 1312 લાભાર્થીઓને સહાય, સ્વરોજગાર હેતુ 12  દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપવાની યોજનાહેઠળ 799  લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati