ગોધરામાં ગરીબ બાળકોને વિનામુલ્યે પગભર કરતી સંસ્થા દ્વારા 10 દિવસ સુધી રચનાત્મક સ્પર્ધાનું આયોજન

ગોધરામાં ગરીબ બાળકોને વિનામુલ્યે પગભર કરતી સંસ્થા દ્વારા 10 દિવસ સુધી રચનાત્મક સ્પર્ધાનું આયોજન
creative competition for children

બાળકો માટે ચિત્રસ્પર્ધા, મોર રંગપૂર્ણી, 15 મિટર દોડ, સંગીત ખુરશી, અક્ષર લેખન, કોથળા દોડ, માટીમાંથી વાસણો બનાવવા, કાગળ કટીંગ કરી ચિત્ર, સ્વચ્છતા અને આરોગ્યની જાગૃતિ, પાંચ દિવસનો વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન વર્કશોપ સમર કેમ્પ પર્યાવરણ વૃક્ષોની જતન, ખેલ કૂદ અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે યોજાય રહ્યું છે

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

May 22, 2022 | 10:42 PM

ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુથી ગોધરાના ડોક્ટર સુજાત વલીની આગેવાનીમાં સદભાવના મિશન ક્લાસ શરૂ કરાયા છે જેમાં મફત શિક્ષણ કોચિંગ ક્લાસ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં છેલ્લા 14 વર્ષથી બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે. નવરચના પ્રાથમિક શાળા સાવલીવાડ ગોધરામાંથી ફરજ બજાવ્યા બાદ શિક્ષક સીધા બહારપૂરા રામાપીર મંદિર ખાતે બાળકોને શિક્ષણ આપવા પહોંચી જાય છે. આ સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામાથી કેટલાક લોકો કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. સદભાવના મિશન ક્લાસમાં ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંચાલિત લોકો વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે રૂચી કેળવાય તેવા ઘણાં કાર્યક્રમો સદભાવના મિશન ક્લાસના બાળકોને કરાવવામાં આવે છે

દર વર્ષે વેકેશન દરમિયાન આ સંસ્થામાં વિવિધ એક્ટિવિટી કરવામાં આવે છે. આ વખતે18થી 25 મે સુધી વિવિધ સ્પર્ધાઓ યોજાશે અને કેટલીક સ્પર્ધાઓ યોજાઈ જેમાં ચિત્રસ્પર્ધા, મોર રંગપૂર્ણી, 15 મિટર દોડ, સંગીત ખુરશી, અક્ષર લેખન, કોથળા દોડ, માટીમાંથી વાસણો બનાવવા, કાગળ કટીંગ કરી ચિત્ર, સ્વચ્છતા અને આરોગ્યની જાગૃતિ, પાંચ દિવસનો વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન વર્કશોપ સમર કેમ્પ પર્યાવરણ વૃક્ષોની જતન, ખેલ કૂદ અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરેમાં ખુબ જ ઉત્સાહથી આ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ભાગ લીધો હતો. આ સાથે બાળકોના વાલીઓની હાજરીમાં વાલીઓએ ઉત્સાહિત થઈ બાળકોને તૈયાર કરી મોકલવામાં આવ્યા હતા અને વાલીઓએ સ્થાનિક લોકોએ બાળકોને ઉત્સાહ વધાર્યો હતો. ડો. સુજાત વલી દ્વારા શૈક્ષણિક સાહિત્ય જેટલી જરૂર પડે તેટલી બાળકોને પુરી પાડે છે.

આવનાર દિવસોમાં બાહારપુરા ગોધરામાં કોઆ બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો કોલેજમાં પ્રવેશ કરી બતાવે તે મહત્વનું છે. ઘણા વિધાર્થીઓ અને વાલીઓએ જણાવ્યું હતું કે મારાં દીકરા અને દીકરી માટે રાતદિવસ મહેનત કરી પરશેવો પડી થોડા પૈસા કમાવવી મારા દિકરા અને દિકરી માટે સારૂ શિક્ષણ અપાવું પણ હું પરવરીશ કરી શક્તિ ન હતી. આમારા માટે એક આશાનું કિરણ ઇશ્વર ખુદા તરફથી મદદ આવી જે 14 વર્ષ થી બાળકોને શહેરનો નામાંકિત શિક્ષક ઈમરાન અને ડૉ. સુજાત વાલી ના આશીર્વાદથી મારો અને તમામ બહારપૂરા, મારવાડીવાસ, ભોઈવાડા, ભરવાડવાસ, વગેરેનાં બાળકોને શિક્ષણ આપી સારા એવા વિઘાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે તેનો હર સમાજને ગર્વ છે. ઇમરાન જેવા નિ:સ્વાર્થ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક કાર્ય કરે છે. દરેક તહેવાર નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati