ગોધરા રેલ્વે સ્ટેશન પર પ્રજાસત્તાક દિન પૂર્વે 100 ફૂટ ઉંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ

ગોધરા Railway  સ્ટેશન ખાતે પ.રેલવે વડોદરા વિભાગના ડીઆરએમ દ્વારા પ્રજાસત્તાક દિન પૂર્વે  100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરાયું છે.

ગોધરા રેલ્વે સ્ટેશન પર પ્રજાસત્તાક દિન પૂર્વે 100 ફૂટ ઉંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ

ગોધરા Railway  સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવે વડોદરા વિભાગના ડીઆરએમ દ્વારા પ્રજાસત્તાક દિન પૂર્વે  100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં ગોધરા રેલ્વે સ્ટેશન બહાર Railway  વિભાગ દ્વારા  100 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં આવ્યો છે. વડોદરા ડિવિઝનના ડીઆરએમ દ્વારા ગોધરા રેલવે સ્ટેશનની મુલાકાત લઈ સ્થાનિક સાંસદ તેમજ ધારાસભ્યો તેમજ સ્થાનિક આગેવાનોની રજુઆત પણ સાંભળી હતી.

કોરોનાને લઈને છેલ્લા 10 માસથી બંધ એવી મેમુ ટ્રેન સેવા ફરીથી કાર્યરત કરવા માટે કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગોધરા રેલવે સ્ટેશનથી ઉપડતી ગોધરા – આણંદ , તેમજ વડોદરા – દાહોદ મેમુ ટ્રેન ફરીથી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati