ગોધરા : ખિલખિલાટ એમ્બ્યુલન્સ વાનના ચાલક તરીકે રાજ્યમાં પ્રથમ મહિલાની નિમણુક કરાઇ

ખિલખિલાટ વાનના ચાલક તરીકેની પોતાને મળેલી જવાબદારીથી ખૂબ જ સંતુષ્ટ એવા વૈશાલી ગીધવાણી જણાવે છે કે તેઓ છેલ્લા 3 વર્ષ ઉપરાંત સમયથી વાહન હંકારવાનો અનુભવ ધરાવે છે. GVKEMRI દ્વારા ખિલખિલાટ વાનના ચાલકની ભરતીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ગોધરા : ખિલખિલાટ એમ્બ્યુલન્સ વાનના ચાલક તરીકે રાજ્યમાં પ્રથમ મહિલાની નિમણુક કરાઇ
Godhra: First woman appointed as driver of Khilkhilat ambulance van
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 3:55 PM

રાજ્ય સરકાર દ્વારા છેવાડાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પરિવારોની સગર્ભા મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન ઉચ્ચ ગુણવત્તાની સારવાર મળી રહે અને તે પણ કોઈપણ પ્રકારના શુલ્ક વગર તે નજીકના સરકારી દવાખાને પહોંચી શકે તેમજ બાળકના જન્મ બાદ બાળક અને માતાને તેમના ઘરે પરત મુકવા સુધીની વ્યવસ્થા ખિલખિલાટ વાનના (Khilkhilat Van) માધ્યમથી પુરી પાડવામાં આવી રહી છે.

ત્યારે આ ખિલખિલાટ વાનના ચાલક (Women Driver) તરીકે રાજ્યમાં પ્રથમ મહિલાની નિમણુંક GVKEMRI દ્વારા ગોધરા ખાતે કરવામાં આવી છે. રાજ્યભરમાં ખૂબ જ સુચારુ અને સમયબદ્ધ ચાલી રહેલ આ ખાસ સેવામાં વાનના ચાલક તરીકે મહિલાની નિમણુંક કરવામાં આવતા GVKEMRI દ્વારા મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. હાલના સમયમાં રાજ્ય સરકાર દ્વારા દરેક ક્ષેત્રે મહિલાઓને પ્રાધાન્ય મળે અને મહિલા પુરુષ સમોવડી બને તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેને લઈને મહિલાઓમાં પણ પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધવા માટેનું મનોબળ વધુ મજબૂત બન્યું છે. જેના ફળસ્વરૂપે જ ગોધરા તાલુકાના સંતરોડ ગામના વતની એવા વૈશાલી ગીધવાણીને ખિલખિલાટ વાનના ચાલક એટલે કે કેપ્ટન તરીકેની જવાબદારી મળી છે.

ખિલખિલાટ વાનના ચાલક તરીકેની પોતાને મળેલી જવાબદારીથી ખૂબ જ સંતુષ્ટ એવા વૈશાલી ગીધવાણી જણાવે છે કે તેઓ છેલ્લા 3 વર્ષ ઉપરાંત સમયથી વાહન હંકારવાનો અનુભવ ધરાવે છે. GVKEMRI દ્વારા ખિલખિલાટ વાનના ચાલકની ભરતીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કુલ 52 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં વૈશાલી ગીધવાણી એકમાત્ર મહિલા ઉમેદવાર હતા.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ખિલખિલાટ વાનના ચાલક તરીકે GVKEMRI દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ માપદંડોમાં વૈશાલી ગીધવાણી ઉત્તીર્ણ થયા હતા, જે બાદ તેઓને તાલીમ આપ્યા બાદ આજે ગોધરા ખાતે તેમને ખિલખિલાટ વાનના ચાલક તરીકેની નિમણુંક કરવામાં આવી છે. વૈશાલી ગીધવાણી દ્વારા આજે પોતાની ફરજ સંભાળી હતી. અને જણાવ્યું હતું કે તેઓને તેમના પરિવારજનો તેમજ GVKEMRIના તમામનો ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો છે.

અને તેમને સોપવામાં આવેલી જવાબદારી તેઓ ખૂબ ગંભીરતાથી બજાવશે, તેમજ તેમનો ઉદ્દેશ્ય માત્ર સગર્ભા મહિલાઓ તેમજ નવજાત બાળકને ઉત્તમ સુવિધા પૂરી પાડવાનો રહેશે અને એ પણ ખૂબ જ ચીવટતાથી. એક મહિલા તરીકે ગોધરા શહેરથી અંતરિયાળ ગામોમાં મહિલા દર્દીઓને લાવવા તેમજ લઈ જવાના કામ ને તેઓ ખૂબ સારી રીતે નિભાવવાની નેમ વ્યક્ત કરી રાજ્યની મહિલાઓને હાકલ કરી હતી કે તેઓ પણ તેમના મનપસંદ ક્ષેત્રમાં આગળ આવે, જ્યારે સરકાર દ્વારા મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે મહિલાઓએ પણ પાછળ ન રહેવું જોઈએ.

આ પણ વાંચો :સ્કૂલના એક શિક્ષકના ત્રાસથી પ્રિન્સિપાલએ કર્યો આપઘાત, પોલીસે શિક્ષક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો નોંધ્યો ગુનો

આ પણ વાંચો :રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ મૃત:પાય થવાની સ્થિતિમાં, 10 વર્ષમાં 1400 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ, ચાલુ વર્ષે 80 શાળાઓએ બંધ કરવા DEOને અરજી

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">