મગફળી કૌભાંડ, તુવેર કાંડ અને હવે ખાતર કૌભાંડ આવ્યું બહાર, જાણો કેવી રીતે આચરવામાં આવી રહી હતી છેતરપિંડી?

મગફળી કૌભાંડ, તુવેર કાંડ અને હવે ખાતર કૌભાંડ આવ્યું બહાર, જાણો કેવી રીતે આચરવામાં આવી રહી હતી છેતરપિંડી?

ગુજરાતમાં મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ બાદ હવે એક નવું કૌભાંડ બહાર આવ્યું છે. રાજકોટ જિલ્લામાં જેતપુરમાં ખેડૂતોની સાથે ખાતરમાં વજનને લઈને છેતરપિંડી આચરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં બે ખાતર કૌભાંડ સામે આવ્યાં છે. સૌપ્રથમ રાજકોટ જીલ્લાના જેતપુરમાં ખેડૂતોએ સરદાર DAP ખાતરની બોરીનું વજન કરતાં 450થી 500 ગ્રામ ખાતર ઓછું નીકળતાં કૌભાંડ ખુલ્લું […]

TV9 WebDesk8

|

May 09, 2019 | 10:56 AM

ગુજરાતમાં મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ બાદ હવે એક નવું કૌભાંડ બહાર આવ્યું છે. રાજકોટ જિલ્લામાં જેતપુરમાં ખેડૂતોની સાથે ખાતરમાં વજનને લઈને છેતરપિંડી આચરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં બે ખાતર કૌભાંડ સામે આવ્યાં છે. સૌપ્રથમ રાજકોટ જીલ્લાના જેતપુરમાં ખેડૂતોએ સરદાર DAP ખાતરની બોરીનું વજન કરતાં 450થી 500 ગ્રામ ખાતર ઓછું નીકળતાં કૌભાંડ ખુલ્લું પડી ગયું હતુ.  GSFC ખાતરની બોરીમાં મૂળ વજન કરતાં 500 ગ્રામ વજન ઓછું જોવા મળ્યું હતુ. ત્યારબાદ રાજકોટ GSFCના ડેપોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં ખાતરની બોરીઓનનું વજન કરવામાં આવતાં જેતપુરની જેમ અહીં પણ ખાતરની બોરીમાં વજન ઓછુ જણાયું હતું. જો કે કૌભાંડના ભણકારા વાગતાં જ ખેતીવાડી અધિકારીએ ડેપોમાં વેચાણ બંધ કરાવ્યું હતું અને સાથે જ ખાતરનો જે સ્ટોક હતો તેમાં પણ પંચકામ શરૂ કરવામાં આવ્યું હતું. હાલ તો મગફળી કૌભાંડ બાદ ફરી એકવાર ખાતર કૌભાંડને લઈ રાજકોટ ચર્ચામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં મગફળી કૌભાંડની બાદ એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યાં છે. રાજકોટના ગોંડલમાં સૌપ્રથમ મગફળીના ગોડાઉનમાં આગ લગાડી લાખો રૂપિયાની મગફળીનો ધૂમાડો કરાયો હતો. ત્યાર બાદ પણ શાપર અને રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં મગફળીમાં આગ લાગ્યાની ઘટનાઓ બની હતી. થોડા દિવસ પહેલાં જૂનાગઢના કેશોદમાં તુવેરકાંડ ખુલ્લુ પડ્યું હતું. હવે ખેડૂતોને વિતરીત કરવામાં આવતા મોંઘા ભાવના ખાતરોમાં વજનને લઈને ઘટાડો કરવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો: નાગરિકતા વિવાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે રદ કરી અરજી

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati