Gujarati NewsGujaratOnion dispute from road to parliament import from abroad despite onion production at home
સડકથી લઈને સંસદ સુધી ડુંગળીનો વિવાદઃ સ્વદેશમાં ડુંગળીના ઉત્પાદન છતાં વિદેશથી કરાઈ આયાત
એકતરફ ડુંગળીનો ભાવ લોકોને રડાવી રહ્યો છે. સડકથી લઈને સંસદ સુધી ડુંગળીના નામનો શોર છે. તો બીજીતરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉલટું ચિત્ર જોવા મળી રહ્યું છે. ડુંગળીની આવક ઓછી હોવાની બૂમો વચ્ચે અહીં તો ડુંગળીની પુષ્કળ આવક જોવા મળી રહી છે. હરાજી તો હજુ આજથી થવાની છે પરંતુ ખેડૂતો ગઈકાલ સાંજથી ડુંગળી વેચવા માટે કતારમાં […]
એકતરફ ડુંગળીનો ભાવ લોકોને રડાવી રહ્યો છે. સડકથી લઈને સંસદ સુધી ડુંગળીના નામનો શોર છે. તો બીજીતરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉલટું ચિત્ર જોવા મળી રહ્યું છે. ડુંગળીની આવક ઓછી હોવાની બૂમો વચ્ચે અહીં તો ડુંગળીની પુષ્કળ આવક જોવા મળી રહી છે. હરાજી તો હજુ આજથી થવાની છે પરંતુ ખેડૂતો ગઈકાલ સાંજથી ડુંગળી વેચવા માટે કતારમાં લાગી ગયા છે. અહીં ચારથી પાંચ કિલોમીટર સુધી લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે. હરાજીમાં 250થી 1700 રૂપિયા ડુંગળીના ભાવ બોલાયા છે.