લ્યો બોલો, ટ્રાફિક મેમો ભરવા માટે એક વ્યક્તિએ કિડની વેચવા મંજૂરી માંગી !

લ્યો બોલો, ટ્રાફિક મેમો ભરવા માટે એક વ્યક્તિએ કિડની વેચવા મંજૂરી માંગી !
One person asked permission to sell kidneys to fill a traffic memo!

પરેશ રાઠોડ નામના વ્યક્તિએ પોલીસ કમિશનરને લખેલી ચાર પેઇજની અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે પોલીસની કામગીરીમાં પણ ભેદભાવ છે.જ્યારે પોલીસ ઇ મેમોના રૂપિયાની વસૂલાત માટે આવી

Mohit Bhatt

| Edited By: Utpal Patel

Oct 19, 2021 | 1:56 PM

રાજકોટમાં ટ્રાફિક મેમો ભરવા માટે એક વ્યક્તિએ પોલીસ પાસે મંજૂરી માંગી છે.જાણીને નવાઇ લાગશે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં રહેતા પરેશ રાઠોડ નામના વ્યક્તિએ પોલીસ કમિશનરને અરજી કરી હતી કે વર્ષ ૨૦૧૮માં ટ્રાફિક મેમોના ૫૮૦૦ રૂપિયા બાકી છે પરંતુ તેઓની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ કિડની વેચવા માટે મજબૂર છે જેથી પોલીસ કમિશરને પત્ર લખીને કિડની વેંચવા માટેની મંજૂરી માંગી હતી.

પોતાની આર્થિક સ્થિતિ નબળી ફી ભરવાના પણ રૂપિયા નથી-રાઠોડ

આ અંગે પરેશ રાઠોડે કહ્યું હતુ કે તેઓની આર્થિક સ્થિતિ નબળી છે.થોડા દિવસ પહેલા પીજીવીસીએલનું બીલ ભર્યું પરંતુ તેમાં પણ તેની સાથે છેતરપિંડી થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.તેની પાસે પોતાના સંતાનની ફી ભરવા માટે પણ રૂપિયા ન હોવાનો આક્ષેપ કર્યો હતો જેના કારણે તેઓ પાસે પોતાના શરીરના મહત્વના અંગને વેચવા સિવાય કોઇ વિકલ્પ ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો જેથી તેને કિડની વેચવાની મંજૂરી માંગી હતી..

પોલીસની કામગીરી વચ્ચે ભેદભાવનો આક્ષેપ.

પરેશ રાઠોડ નામના વ્યક્તિએ પોલીસ કમિશનરને લખેલી ચાર પેઇજની અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે પોલીસની કામગીરીમાં પણ ભેદભાવ છે.જ્યારે પોલીસ ઇ મેમોના રૂપિયાની વસૂલાત માટે આવી ત્યારે તેઓએ આદરપૂર્વક વાતચીત કરી હતી જો કે થોડા દિવસો પહેલા એક બેંકમાં ૫૦ હજાર રૂપિયાને લઇને ઇસ્યૂ થયો હતો ત્યારે બેંક દ્રારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે અસભ્ય વર્તન કરીને તેને ખોટાં કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો..

ઇ મેમોની વસૂલાત માટે પોલીસ ઘરે પહોંચે છે.

રાજકોટ ટ્રાફિક પોલીસ દ્રારા ટ્રાફિકના નિયમન થાય અને નિયમ ભંગ ન થાય તે માટે ઇ મેમો આપવામાં આવે છે સામાન્ય રીતે પોલીસ લોકો ઇ મેમો ભરી શકે તે માટે વ્યવસ્થા પણ ઉભી કરી છે પરંતુ તેમ છતા કેટલાક લોકો ઇ મેમો ભરતા નથી પરિણામે પોલીસ દ્રારા આવા લોકોના ઘરે પહોંચીને તેને ઇ મેમો ભરવાની તાકિદ કરે છે.

આ પણ વાંચો : Winter Olympics : બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક્સની મશાલ રેલીમાં પ્રદર્શનકારીઓ પહોંચ્યા, ‘નરસંહાર’ કરનાર ચીનને મેજબાની આપવા વિરુદ્ધ કર્યું પ્રદર્શન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati