અમેરિકામાં રહેતા આ ગુજરાતી સાથે જે થયું, ભગવાન કરે તેવું કોઈની સાથે ન થાય

અમેરિકામાં ગુજરાતી પર હુમલા કરી તેમની હત્યા કરવાની ઘટનાઓ સમયાંતરે બનતી જ રહી છે. આવી જ વધુ એક ઘટના ઘટી છે કે જેમાં એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. મલતી માહિતી મુજબ આ ઘટના અમેરિકા વર્જિન આયલૅંડમાં ઘટી. વડોદરાના મૂળ રહેવાસી કૈલાશ બનાની (49) જ્વૅલરી સ્ટોરના સંચાલક હતાં. વડોદરામાં આર. વી. દેસાઈ રોડ વિસ્તારમાં […]

અમેરિકામાં રહેતા આ ગુજરાતી સાથે જે થયું, ભગવાન કરે તેવું કોઈની સાથે ન થાય
Follow Us:
| Updated on: Jan 06, 2019 | 8:12 AM

અમેરિકામાં ગુજરાતી પર હુમલા કરી તેમની હત્યા કરવાની ઘટનાઓ સમયાંતરે બનતી જ રહી છે. આવી જ વધુ એક ઘટના ઘટી છે કે જેમાં એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ.

મલતી માહિતી મુજબ આ ઘટના અમેરિકા વર્જિન આયલૅંડમાં ઘટી. વડોદરાના મૂળ રહેવાસી કૈલાશ બનાની (49) જ્વૅલરી સ્ટોરના સંચાલક હતાં. વડોદરામાં આર. વી. દેસાઈ રોડ વિસ્તારમાં રહેતા કૈલાશ બનાની છેલ્લા 25 વર્ષતી અમેરિકામાં સ્થાયી થયા હતાં.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અમેરિકાના વર્જિન આયલૅંડમાં પેનાસ જ્વૅલરી સ્ટોર ચલાવતા કૈલાશ શુક્રવારે પોતાનો સ્ટોર બંધ કરી પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતાં. આ જ દરમિયાન એક ટ્રાફિક સિગ્નલ પર તેમની કાર અને અન્ય એક કાર વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો. ત્યાર બાદ બોલાચાલી થઈ અને અજાણ્યા કારચાલકે કૈલાશ બનાની પર એકથી વધુ ફાયરિંગ કરી દિધું.

ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ કૈલાશ ઘટના સ્થળે જ ઢળી પડ્યાં. લોકોએ તેમને સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડ્યાં કે જ્યાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા.

કૈલાશ બનાનીના એક મિત્રના જણાવ્યા અનનુસાર કૈલાશ ગત નવરાત્રિમાં વડોદરા આવ્યા હતાં. કૈલાશે વડોદરાની શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો અને છેલ્લા 25 વર્ષોથી અમેરિકામાં રહેતા હતાં. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે.

[yop_poll id=490]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">